રાજકોટ : આગામી તા.૨૦ના શુક્રવારના સિંધી સમાજના ઇષ્ટદેવશ્રી સાંઇ ઝુલેલાલ ભગવાનનો ૧૦૭૬માં અવતરણ દિવસની ઊજવણીના ભાગ રૂપે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીના હોદેદારો દ્વારા ઊજવણી કરવા ભારે થનગનાટ, જોવા મળી રહ્યો છે. આ દિવસે સાંઇ ઝુલેલાલ સાહેબનું ભહેરાણું સ્થાપન કરી સત્સંગ, કિર્તન પંજડા, અખા પલવ મહા આરતી, છેજ દ્વારા ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ સવારે ૮ થી ૧૦ દરમયાનયોજાશે. ત્યારબાદ ૧૦ થી ૧૧ મહાપ્રસાદ રાખેલ છે. બપોરે ૧૨ વાગ્યે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરી થી સાઇલેન્ટ કાર રેલીપ્રસ્થાન કરશે. આ ભવ્યરેલીનો મુખય રૂટ શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીથી પ્રધ્યુમન પાર્ક થઇ સંતકબીર રો. પાંજરાપોળ રોડ થઇ પારેવડી ચોક થી કેસરીહીંદપુલ થી સીવીલ હોસ્પીટલ ઓવર બ્રજ થી જામટાવર થઇ જંકશન પ્લોટથી શ્રી ઝુલેલાલ મંદિર સિંધી કોલોની ખાતે સમાપન થશે. આ કાર રેલીમાં સંભવીત ૫૦ થી વધુ કાર જોડાશે. તેમ જણાવાયું છે.
રાજકોટ ખાતે શ્રી સાંઈ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવવામાં આવી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.