Achira News Logo
Achira News

રાજકોટ ખાતે સામાજિક એકતા અને અખંડિતતા માટે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન

Akila News
રાજકોટ ખાતે સામાજિક એકતા અને અખંડિતતા માટે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન
Full News
Share:

રાજકોટ, તા.૨૧ : હિંદુ જાગરણની દિશામાં નવી ચેતના જગાડવા, સનાતન સંસ્‍કળતિ, સનાતન ધર્મ તથા સામાજિક એકતા અને અખંડિતતાના પ્રતિકરૂપે શ્રી કળષ્‍ણ મિત્ર મંડળ દ્વારા ભવ્‍ય હિંદુ સંમેલન આજે ૨૧ માર્ચના શનિવારે રાત્રે ૯ કલાકે દ્વારકાધીશ હાઇટ્‍સ અને ગોલ્‍ડન હાઇટ્‍સ વચ્‍ચેનું મેદાન, શ્રી પ્રભુ ગાંઠિયા હાઉસ પાસે, આર. કે. વર્લ્‍ડ ટાવર રોડ, શીતલ પાર્ક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. આ સંમેલનમાં શ્રી પરમાત્‍માનંદજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા (રાજકોટ)ખાસ ઉપસ્‍થિત રહી આર્શીવચન પાઠવશે તેમજ ડો. આશિષભાઈ શુક્‍લ (રાજકોટ મહાનગર કાર્યવાહ અને રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ) તથા ડો. ઘનશ્‍યામભાઈ ગઢવી (લેખક, ચિંતક અને વક્‍તા) પંચ પરિવર્તન વગેરે વિષય પર માર્ગદર્શન આપશે.શહીદ સુખદેવ ટાઉનશિપ, શ્‍યામા પ્રસાદ મુખર્જી ટાઉનશિપ, દ્વારકાધીશ હાઈટ્‍સ, ગોલ્‍ડન હાઈટ્‍સ, વન વર્લ્‍ડ, આર કે એમ્‍બિયન્‍સ સહિતના લતાવાસીઓ આ કાર્યક્રમની શોભામાં વધારો કરશે. સર્વે ભાઈઓ-બહેનોને આ સંમેલનમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કળષ્‍ણ મિત્ર મંડળના આગેવાનોએ અનુરોધ કર્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ ખાતે સામાજિક એકતા અને અખંડિતતા માટે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન | Achira News