Achira News Logo
Achira News

રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, સાધનસામગ્રીની સુરક્ષા કરી રહેલા કામદારને ઈજા

Akila News
રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, સાધનસામગ્રીની સુરક્ષા કરી રહેલા કામદારને ઈજા
Full News
Share:

રાજકોટ તા. ૨૦: ગઇકાલે રાજકોટ પંથકમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડીંગ પડી ગયા હતાં. આ દરમિયાન રાજકોટના બામણબોર નજીક વાંકાનેર પોલીસની હદમાં આવેલા જય સ્‍ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી અહિ કામ કરતો મુળ કોલકત્તાનો આરીફભાઇ અરશદભાઇ મંડલ (ઉ.વ.૩૪) ઇલેક્‍ટ્રીક મોટરને વરસાદથી પલળતી બચાવવા પ્‍લાસ્‍ટીક ઢાંકતો હતો ત્‍યારે ભારે પવન આવતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, સાધનસામગ્રીની સુરક્ષા કરી રહેલા કામદારને ઈજા | Achira News