રાજકોટ, તા.૨: તાજેતરમાં પોરબતારીખ ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આયોજિત રાષ્ટ્રીય સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વીમીંગ એસોસિએશનના ત્રણ પ્રતિભાશાળી સ્વિમર્સે નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. આ સ્પર્ધામાં ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધામાં પાર્થિવ મેઘાણીએ ૩ કલાક ૨૬ મિનિટ ૧૬ સેકન્ડના સમયમાં સફળતાપૂર્વક નિર્ધારિત અંતર પૂર્ણ કર્યું હતું, જ્યારે દિવ્યે ચોટલીયાએ આ જ સ્પર્ધા ૩ કલાક ૩૫ મિનિટ ૪૯ સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આ ઉપરાંત ૧૫ કિલોમીટર ફિમેલ સમુદ્ર વીર સ્પર્ધામાં વેનેસા શુક્લાએ સમગ્ર ભારતમાંથી ત્રીજું સ્થાન મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વેનેસા શુક્લાએ આ કઠિન સ્પર્ધા ૫ કલાક ૩૬ મિનિટ ૧૦ સેકન્ડમાં પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વેનેસા શુક્લા અગાઉ પણ વર્ષ ૨૦૨૨ માં દ્વારિકા થી સોમનાથ ૨૫૨ કિલોમીટર સમુદ્ર તરણ એક્સપિડિશનમાં તેમજ ચોરવાડ થી વેરાવળ આશરે ૨૯ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.
રાજકોટ તરવૈયાઓએ રાષ્ટ્રીય દરિયાઈ તરવાની સ્પર્ધામાં ચમક દેખાડી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.