રાજકોટ,તા.૨: વિધાનસભા ૬૮-રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં નાણાંમંત્રીશ્રી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલ વચગાળાના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ને આવકારી કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ કરોડો દેશવાસીઓની આશા અને આકાંક્ષાઓની પરીપૂર્તિ કરનારૂ નિવડશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરીયાતોનો ખ્યાલ રાખનારૂ સર્વસમાવેશક અને સર્વસ્પશી બજેટ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને વધુ વેગ આપી વિકસિત ભારત તરફ મજબૂત પગલુ ભરનારૂ નિવડશે. છેલ્લા દશ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. દેશવાસીઓઆશા અને આશાવાદ સાથે ભવિષ્યને નિહાળી રહયા છે. કેન્દ્રીય બજેટ સર્વાગિ વિકાસ,આર્થિક સ્થિરતા,રોજગારી સર્જન,આધુનિક ઢાંચાકીય વિકાસ તથા સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ કેન્દ્રીય બજેટમાં ગતિશીલ અર્થતંત્ર, સશકત નાગરિક, સર્વાગિ વિકાસરૂપી ત્રણ કર્તવ્યનો ત્રિવેણી સંગમ થયો છે અને વિકસિત ભારત તરફ એક મજબૂત પગલું ભરતું રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને જનહિતને કેન્દ્રમાં રાખતા વિકાસલક્ષી બજેટ આપવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
રાજકોટ ધારાસભ્યએ વચગાળાના કેન્દ્રીય બજેટને આવકાર્યુંઃ વિકસિત ભારતની દિશામાં એક મજબૂત પગલું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.