Achira News Logo
Achira News

રાજકોટ નિવાસમાંથી રૂ. 1 કરોડની ચાંદીના દાગીનાની ચોરી

Divya Bhaskar
રાજકોટ નિવાસમાંથી રૂ. 1 કરોડની ચાંદીના દાગીનાની ચોરી
Full News
Share:

રાજકોટ શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાંથી એકાદ કરોડ કિંમતના 100 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન વન ટીમ તેમજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને ચાંદીની ચોરી કરીમળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈરાજકોટના ઝોન વન ડીસીપી હેતલ પટેલે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં (ચંપકનગર વિસ્તાર) રાખેલી આશરે 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી. બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈઆ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ નિવાસમાંથી રૂ. 1 કરોડની ચાંદીના દાગીનાની ચોરી | Achira News