રાજકોટ તા. ૫: સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં રાજકોટ પીજીવીસીએલના એમડી કેતન જોષીના નામે પીજીવીસીએલ કચેરીના ફાયનાન્સ વિભાગના મેનેજરને મેસેજ કરી પોતે મીટીંગમાં છે તેવુ જણાવી તાત્કાલીક એક બેંક એકાઉન્ટમાં રૂા.૪૫,૬૦,૯૦૪ રૂપિયા મોકલવાનું કહેતાં મેનેજરે સુચના મુજબ આ રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. એ પછી વધુ એક ૩૦ લાખ ૬૦ હજારનું અન્ય પેમેન્ટ કરવાનો ફરીથી મેસેજ આવતાં મેનેજર ખરાઇ કરવા જતાં એમડીએ આવા કોઇ મેસેજ પોતે કર્યા નહિ હોવાનું કહેતાં સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરવામાં આવી છે. ગઠીયાએ એમડીના ફોટા સાથેના વ્હોટ્સએપ નંબરમાંથી મેસેજ કર્યા હતાં. સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં આ નાણા વેસ્ટ બંગાળના કોઇ ખાતામાં જમા થયા હોવાનું ખુલ્યું છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે યુનિવર્સિટી રોડ ઘનશ્યામનગર મોહન પ્લાઝા પાછળ રહેતાં અને લક્ષ્મીનગર મેઇન રોડ પર પીજીવીસીએલ કચેરીમાં ફાયનાન્સ વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં કિન્તુકુમાર શશીકાંતભાઇ મલકાણ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી વ્હોટ્સએપ નંબરના ધારક અને મનીષા મંડલના નામે આઇએફએસી બેંકમાં એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ તથા તપાસમાં ખુલે તેની સામે ૪૫,૬૦,૯૦૪ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિન્તુકુમાર મલકાણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પીજીવીસીએલમાં જનરલ મેનેજર ફાયનાન્સ તરીકે ૧૪ વર્ષથી નોકરી કરુ છું. પીજીવીસીએલમાં હું નાણા વિભાગમાં સપ્લાયરના ચુકવણી અને બેંક સાથેના વ્યવહાર તેમજ લાઇટ બીલના ઉઘરાણાને લગતું કામકાજ સંભાળુ છું. તા. ૪/૫/૨૬ના રોજ હું અમારી લક્ષ્મીનગરની ઓફિસમાં બેઠો હતો ત્યારે બપોરે એક કલાક અને બે મિનીટે મારા મોબાઇલમાં અમારા એમડીશ્રી કેતન જોષી તરીકે ઓળખ આપતો વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ ૯૭૦૮૫ ૬૧૪૫૨ ઉપરથી આવ્યો હતો. જેમાં પ્રોફાઇલમાં અમારા સાહેબ કેતન જોષીનો ફોટો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે-મલ્કાન ઇટ્સ મી કે. પી. જોષી,ઇટ્સ માય વેરી પર્સનલ નંબર,પ્લીઝ ડોન્ટ શેર વીથ એની વન,સેવ્ડ ઇટ. એમ અંગ્રેજીમાં લખેલુ હતું. આ પછી મને વોઇસ કોલ આવ્યો હતો જે મેં રીસીવ કર્યો નહોતો. જેથી ફરીથી મને મેસેજ આવ્યો હતો જેમાં સોરી આઇ એમ ઇન મીટીંગ એવુ લખ્યું હતું. આ પછી મેં એક કલાક પાંચ મિનીટે વોઇસ કોલ કરતાં રિસીવ થયો નહોતો. ફરી મને મેસેજ આવ્યો હતો કે-આઇ એમ ઇન મીટીંગ,પ્લીઝ ડોન્ટ કોલ. આથી મેં ઓકે સરનો મેસેજ કર્યો હતો.
રાજકોટ પી. જી. વી. સી. એલ. ના અધિકારીની ઓળખ સાયબર ફ્રોડમાં ચોરાઈ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.