રાજકોટ તા. ૪ :.. કેશોદના‘અકિલા'ના વરિષ્ઠ અને સંનિષ્ઠ પત્રકાર,રઘુવંશી અગ્રણી તથા જાણીતા વ્યવસાયિક પ્રતિષ્ઠાના કિરણ એન્ટરપ્રાઇઝ (ડીલર-હાથી સિમેન્ટ)ના ઓનર સ્વ. દિનુભાઇ રતનજીભાઇ દેવાણી (ઉ.વ.૭૭) તા. ૧-ર-ર૦ર૬,રવિવારના રોજ રાજકોટ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. તેઓની પ્રાર્થના સભા આવતીકાલ તા. પ-ર-ર૦ર૬,ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ વાગ્યા દરમ્યાન બેન્કવેટ હોલ,સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટસ,સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક,અંબિકા ટાઉનશીપ મેઇન રોડ,રાજકોટ ખાતે રાખવામાં આવી છે. સરળ અને ઉમદા વ્યકિતત્વ સાથે હંમેશા અન્યોને મદદ કરવા તત્પર રહેતા સ્વ. દિનુભાઇ દેવાણીના નિધનથી પત્રકારત્વ ક્ષેત્રે અને રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. કેશોદ તાલુકા પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સોશ્યલ ગ્રુપના મેનેજીંગ ટ્રસ્ટી સ્વ. દિનુભાઇ દેવાણી લોહાણા મહિલા મંડળ, કેશોદના સ્થાપક પ્રમુખસ્ત્રી નિકેતનના ચેરમેન, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન દેવાણીના પતિ હતા. તેઓ અકિલા પરિવાર સાથે સંકળાયેલ અને રાજકોટ લોહાણા મહાજનના માનદ્્ ટ્રસ્ટી ડો. પરાગભાઇ દેવાણી (ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા કિરણ મેડીકલ ગ્રુપ, રાજકોટ)ના પિતાશ્રી હતા. તેઓ સ્વ. ભીમજીભાઇ (કેશોદ) અને કેશોદ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઇ દેવાણી (કલ્પના ટ્રેડીંગ એજન્સી, કેશોદ-સેલ્સ પ્રમોટર હાથી સિમેન્ટ)ના લઘુબંધુ તેમજ શ્રી જેન્તીભાઇ (રાજકોટ) અને શ્રી પ્રવિણભાઇ (રાજકોટ)ના મોટા ભાઇ હતા. તેમજ શ્રીમતી જુલીબેનના સસરા તથા ડો. ફોરમ અને આર્યનના દાદા થતા હતાં. કેશોદના વિકાસમાં જેનો સિંહફાળો ગણાઇ રહ્યો છે. તેવા સ્વ. દિનુભાઇ દેવાણીના નિધનથી સોરઠના પત્રકારત્વ ક્ષેત્રે અને સામાજીક ક્ષેત્રે જાણે એક યુગ આથમી ગયો હોય તેવી પ્રતિતિ લોકો કરી રહ્યા છે. વધુ વિગત માટે ગોવિંદભાઇ (મો. ૯૮ર૪૮ ર૯૯૦૦) અથવા ડો. પરાગભાઇ (મો. ૯૮ર૪૪ પ૧પ૪૧)નો સંપર્ક કરી શકાય છે.
રાજકોટ પત્રકાર અને ઉદ્યોગપતિ દીનૂભાઈ દેવાણીનું નિધન
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.