Achira News Logo
Achira News

રાજકોટ પ્રીમિયર સ્કૂલે ધોરણ 1 વિજ્ઞાનની પરીક્ષામાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા

Akila News
રાજકોટ પ્રીમિયર સ્કૂલે ધોરણ 1 વિજ્ઞાનની પરીક્ષામાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા
Full News
Share:

રાજકોટ, તા. પ : રાજકોટ સૌરાષ્‍ટ્ર જ નહીં પરંતુ ગુજરાતની મોખરાની રાજકોટની પ્રિમીયર સ્‍કુલ તેના શ્રેષ્‍ઠ શિક્ષણ અને સર્વોત્તમ પરિણામથી ખૂજ જાણીતી છે. ગઇકાલે જાહેર થયેલ ધો. ૧ર સાયન્‍સના પરિણામમાં પણ ગુજરાતમાં ડંકો વગાડયો છે. પ્રિમીયર સ્‍કુલના સંચાલક નેહાબેન દોશી, મનનભાઇ જોશી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્‍વમાં ટીમ પ્રિમીયરે શ્રેષ્‍ઠ પરિણામ આવ્‍યું છે. રાજકોટ સ્‍થિત પ્રીમિયર સ્‍કૂલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં અદભુત સફળતા નોંધાવી છે. સંસ્‍થાના વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને સંસ્‍થાનું નામ ગૌરવપૂર્વક ઊંચું કર્યું છે. આ વર્ષે સંસ્‍થાના બે વિદ્યાર્થીઓ પ્રશમ શાહ અને કાવ્‍યા ચુડાસમા એ ૯૯.૯૯ પર્સેન્‍ટાઇલ (PR) પ્રાપ્ત કરીને બોર્ડમાં સંયુક્‍ત પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. અને રાજકોટ તથા સૌરાષ્‍ટ્રમાં ઇંગ્‍લિશ મીડિયમમાં પ્રીમિયર સ્‍કૂલને પ્રથમ સ્‍થાન અપાવ્‍યું છે. તે ઉપરાંત અન્‍ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં શ્રેષ્ઠ સ્‍થાન પ્રાપ્ત કર્યું છેઃ જેમાં દર્શિ મિષાી - ૯૯.૯૭PR, નીરેક જસાણી - ૯૯.૯૬PR, મંથન ભીમાણી - ૯૯.૯૪PR, પ્રશીલ મકવાણા - ૯૯.૯૨PR, ધ્‍યેય ડાભી - ૯૯.૯૧PRસંસ્‍થાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ૯૯PRઅને તેથી વધુ સ્‍કોર પ્રાપ્ત કર્યો છે, જ્‍યારે કુલ ૧૯૩ વિદ્યાર્થીઓ (અંદાજે ૫૦ ટકા)એ ૯૦PRથી વધુ ૫ાપ્ત કરીને ઉત્તમ પરિણામ નોંધાવ્‍યું છે. વિષયવાર પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રસાયણશાષામાં ૭૦ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, જેમાં ૨ વિદ્યાર્થીઓએ પૂર્ણ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા છે. જીવવિજ્ઞાનમાં ૧૧૩ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં ૨ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા છે. ભૌતિકશાષામાં ૪૫ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્‍યારે ગણિત વિષયમાં ૧૦ વિધ્‍યાર્થી ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ પ્રીમિયર સ્કૂલે ધોરણ 1 વિજ્ઞાનની પરીક્ષામાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા | Achira News