Achira News Logo
Achira News

રાજકોટ પોલીસે દરોડા પાડ્યા, જાહેર જુગાર રમવા બદલ 8ની ધરપકડ

Akila News
રાજકોટ પોલીસે દરોડા પાડ્યા, જાહેર જુગાર રમવા બદલ 8ની ધરપકડ
Full News
Share:

તસ્‍વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. રાજકોટ તા. ૪ :.. શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા ૮ શખ્‍સોને ઝડપી લીધા હતાં. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍યએ પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે.જી.ઝાલા માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્‍ટેના પોલીસ ઇન્‍સપેકટર આર.બી.રાણા ના રાહબરી હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ પેટ્રોલીંગ મા હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ રાજદીપસિહ જાડેજા મળેલ હકીકત આધારે વેરાવળગામ બુધ્‍ધનગર પાણીના અવેડા પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા આરોપી (૧) રશીક ટપુભાઇ સોલંકી રહે.ગોવીંદનગર વેરાવળગામ (૨) અરજણ નાજાભાઈ ગળચર રહે.વેરાવળગામ બુધ્‍ધનગર(૩) ગુણવંત હંસરાજભાઇ ગોહેલ રહે વેરાવળ ગ્રામ પંચાયત પાસે, (૪) કાન્‍તી ખીમજીભાઇ ડાભી રહે.બુધ્‍ધનગર વેરાવળગામ, (૫) ભુપત મુંજાભાઇ રાઠોડ રહે. ગોવીંદનગર સર્વોદય સોસાયટી, (૬) સુરેશ ભાયાભાઇ પરમાર રહે.બુધ્‍ધનગર વેરાવળગામ, (૭) વિજયભાઇ બાવનજીભાઇ વાઢેર, રહે. ગોવીંદનગર વેરાવળગામ, (૮) વિપુલભાઈ ચનાભાઈ પરમાર જાતે અનુ.જાતી. ઉ.વ.૩૪, રહે.બુધ્‍ધનગર વેરાવળ ગામને રોકડા રૂા. ૧ર,૪પ૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. આ કાર્યવાહી શાપર-વેરાવળ પો. સ્‍ટે.ના પો.હેડ.કોન્‍સ દીનેશભાઈ ખાટરીયા, જગશીભાઈ ઝાલા, પો.કોન્‍સ લગધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, રાજદિપસિહ જાડેજા, વિમલભાઇ વેકરીયા, દિવ્‍યેશભાઇ શામળા,મનસુખભાઇ ચૌહાણ વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ પોલીસે દરોડા પાડ્યા, જાહેર જુગાર રમવા બદલ 8ની ધરપકડ | Achira News