રાજકોટ, તા. ર૧ : રાજકોટ મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમીશનર એજન્ટ, વેપારીઓ તરફથી સને ર૦રપ-ર૦ર૬ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટયાર્ડમાં ખરીદ -વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્વયે તા. ૩૦-૩-ર૦ર૬ ને સોમવાર થી તા. ૩૧-૩-ર૦ર૬ ને મંગળવાર સુધી મુખ્ય માર્કેટયાર્ડ (અનાજ)નું હરરાજીનું કામકામ બંધ રહશે. તેમજ તા. ર૮-૦૩-ર૦ર૬ ને શનિવાર સવારથી અનાજ વિભાગ (મુખ્યયાર્ડ) ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહીં. જેથી સદરહું દિવસો દરમ્યાન માર્કેટયાર્ડમાં ખેડૂત ભાઇઓએ માલ વેચવા લાવવો નહી. તા. ૧-૪-ર૦ર૬ ને બુધવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ મુખ્ય બજાર યાર્ડ બંધઃ વાર્ષિક ખાતાઓ અને વેપારી વસાહતો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.