Achira News Logo
Achira News

રાજકોટ રેપિડો ડ્રાઇવર્સ યુનિયને શોષણના આક્ષેપો વચ્ચે વાજબી વળતર અને ભાડાના દરની માંગ કરી

Akila News
રાજકોટ રેપિડો ડ્રાઇવર્સ યુનિયને શોષણના આક્ષેપો વચ્ચે વાજબી વળતર અને ભાડાના દરની માંગ કરી
Full News
Share:

રાજકોટઃ શહેરના રસ્‍તાઓ પર દોડતી રેપિડો બાઇક ટેક્‍સીના ડ્રાઇવરોએ હવે કંપનીની‘શોષણખોરી' સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ભાડાના દરમાં થઈ રહેલા અન્‍યાય મુદ્દે આજે રાજકોટ રેપિડો ડ્રાઇવર યુનિયન દ્વારા આક્રમક વલણ અપનાવી કંપનીને સ્‍પષ્ટ શબ્‍દોમાં અલ્‍ટીમેટમ આપી દેવામાં આવ્‍યું છે. જો આજદીન સુધીમાં ડ્રાઇવરોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો સમગ્ર શહેરમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરવાની અને ભવ્‍ય વિરોધ રેલી કાઢવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે. ડ્રાઇવર યુનિયનના જણાવ્‍યા અનુસાર, કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડાના દરોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. ડ્રાઇવરોનો આરોપ છે કે જે સેવામાં ડ્રાઇવરને યોગ્‍ય વળતર મળવું જોઈએ, ત્‍યાં માત્ર નજીવી રકમ પધરાવી દેવામાં આવે છે, જ્‍યારે ખરેખર ન્‍યાયી દર રૂા.૧૨આસપાસ હોવો જોઈએ. મોંઘવારીના આ જમાનામાં પેટ્રોલના ભાવ અને મેન્‍ટેનન્‍સ સામે કંપની દ્વારા અપાતું વળતર અપૂરતું હોવાથી ડ્રાઇવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે યોજાયેલી બેઠકમાં ડ્રાઇવરોએ બેનરો સાથે સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને પોતાની એકતા પ્રદર્શિત કરી હતી. યુનિયને જાહેર કર્યું છે કે કંપની પાસે માંગણીઓ સ્‍વીકારવા માટે ૫ તારીખ સુધીનો જ સમય છે જો ડેડલાઇન સુધીમાં ભાવ વધારો નહીં થાય, તો તમામ ડ્રાઇવરો એપ લોગ-આઉટ કરી કામગીરી બંધ કરી દેશે. જવાબદારી કંપનીનીઃ આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સર્જાય કે મુસાફરોને હાલાકી પડે, તો તેની સંપૂર્ણ જવાબદારી રેપિડો કંપનીના મેનેજમેન્‍ટની રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ રેપિડો ડ્રાઇવર્સ યુનિયને શોષણના આક્ષેપો વચ્ચે વાજબી વળતર અને ભાડાના દરની માંગ કરી | Achira News