Achira News Logo
Achira News

રાજકોટ સ્કૂલની છોકરીઓએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં ઇનોવેટિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે ટોચનું સન્માન જીત્યું

Akila News
રાજકોટ સ્કૂલની છોકરીઓએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં ઇનોવેટિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે ટોચનું સન્માન જીત્યું
Full News
Share:

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા રાજકોટ શહેર માટે એક અત્‍યંત ગૌરવપૂર્ણ ઘટના બની છે. રાજકોટ સ્‍થિત પ્રતિષ્ઠિત સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સે પોતાની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્‍ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.GCERT(ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), ગાંધીનગર દ્વારા તાજેતરમાં આયોજિત ગુજરાત રાજ્‍ય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ‘‘બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬'' માં શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજકોટનું નામ રોશન કર્યું છે. શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિપુલ ચોટલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓ જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્‍તરે પર્યાવરણ માટે સૌથી મોટી સમસ્‍યા બની ચૂકેલા પ્‍લાસ્‍ટિક પ્રદૂષણને કેન્‍દ્રમાં રાખીને, આ વિદ્યાર્થીનીઓએ ‘‘Waste Management and Alternatives to Plastics'' (કચરાનું વ્‍યવસ્‍થાપન અને પ્‍લાસ્‍ટિકના વિકલ્‍પો) વિષય અંતર્ગત પોતાનો ઇનોવેટિવ પ્રોજેક્‍ટ ‘‘Renew Plastic'' રજૂ કર્યો હતો. આ પ્રોજેક્‍ટમાં જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને પર્યાવરણની સુરક્ષા, પ્‍લાસ્‍ટિક કચરાનું યોગ્‍ય રિસાયક્‍લિંગ અને રોજિદા જીવનમાં વાપરી શકાય તેવા પ્‍લાસ્‍ટિકના સચોટ અને ટકાઉ વિકલ્‍પો અંગેના અદભુત, પ્રયોગાત્‍મક અને નવીન વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીનીઓની વિષય પરની ઉંડી વૈજ્ઞાનિક સમજ, સમસ્‍યાના સમાધાન માટેનો પ્રેક્‍ટિકલ અભિગમ, સર્જનાત્‍મકતા અને અત્‍યંત આત્‍મવિશ્વાસભર્યા પ્રેઝન્‍ટેશનથી નિર્ણાયકો અને ઉપસ્‍થિત વિજ્ઞાન નિષ્‍ણાતો અત્‍યંત પ્રભાવિત થયા હતા અને આ પ્રોજેક્‍ટને રાજ્‍ય કક્ષાએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ સ્કૂલની છોકરીઓએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં ઇનોવેટિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે ટોચનું સન્માન જીત્યું | Achira News