Achira News Logo
Achira News

રાજકોટ સમારંભમાં નવા શિષ્યની નિમણુંક

Akila News
રાજકોટ સમારંભમાં નવા શિષ્યની નિમણુંક
Full News
Share:

રાજકોટ તા.૨૧: ગોંડલ ગચ્‍છના‘‘જશ'' પરિવારના પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના આશાનુવર્તી પરમ પૂજ્‍ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજીના નવદીક્ષિત શિષ્‍યારત્‍ના પરમ પૂજ્‍યશ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંત અનશન તપની અતિ દુષ્‍કર અંતિમ આરાધના શ્રી ઋષભદેવ સંઘમાં ચાલી રહેલ હતી. અનશન આરાધક નવદીક્ષિત મહાસતીજી ભગવંતને તા. ૨૧ને શનિવારના રોજ ઉપવાસનો ૫૮મો દિવસ રહેલ. અનશન આરાધક મહાસતીજી ભગવંતની આજીવન અનશન તપની અંતિમ આરાધના અતિ દુર્લભ માનવભવને સાર્થક કર્યાના અવિરત આનંદ અને પ્રસન્ન ચિત્તે સંપૂર્ણ જાગળતિમાં સમતાભાવમાં રમણતા કરતા, અનંત ઉપકારી પૂજ્‍યશ્રી રાજગુરુભગવંત આદિ મુનિભગવંતો એવમ્‌ પૂજ્‍યશ્રી ગુરુભગવંતના આજ્ઞાનુવર્તી પૂજ્‍યશ્રી ગુરુણીભગવંત આદિ મહાસતીજી ભગવંતો તથા શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં તા. ૨૧ શનિવારના રોજ બપારે ૧૨.૧૦ કલાક આસપાસ સંપન્ન થયેલ છે. રાજકોટ મુકામે શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રયની પાવન પવિત્ર ભૂમિ ઉપર ૨૩ જાન્‍યુઆરીએ શ્રી મુકતાબેન બાલુભાઈ ખારા (ઉ.વ. ૯૬)ની સંથારા સાધનાનો પ્રારંભ થયો. આરાધક શ્રી મુકતાબેન ઘણા સમયથી દીક્ષાની ભાવના ભાવતા અને પૂજ્‍ય ગુરુભગવંતને દીક્ષાની આજ્ઞા આપી અનંતો ઉપકાર કરવા વિનંતી કરતા હતા. સાગારી સંથારાના ૧૭માં ઉપવાસના દિવસે તા. ૮ ફેબ્રુઆરીના રોજ જૈન ભાગવતી દીક્ષા‘‘પૂજ્‍ય શ્રી રાજગુરુભગવંત''ના શ્રીમુખે અંગીકાર કરી નવદીક્ષિત શિષ્‍યારત્‍ના પરમ પૂજ્‍ય શ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંત બનેલ. પરમ પૂજ્‍યશ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંતે પરમ પૂજ્‍યશ્રી રાજગુરુભગવંતના શ્રીમુખે ૧૩ ફેબ્રુઆરી, શુક્રવારના ૨૨માં ઉપવાસ તથા સંથારાના દિવસે પૂર્ણ સભાન અવસ્‍થામાં જાગળતિપૂર્વક ચતુર્વિધ શ્રીસંધની મંગલ ઉપસ્‍થિતિમાં આજીવન સંથારો અંગીકાર કરેલ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ સમારંભમાં નવા શિષ્યની નિમણુંક | Achira News