Achira News Logo
Achira News

રાજકોટ હત્યાઃ પારિવારિક ઝઘડાને કારણે 44મી વાર કરાયેલી છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા

Divya Bhaskar
રાજકોટ હત્યાઃ પારિવારિક ઝઘડાને કારણે 44મી વાર કરાયેલી છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા
Full News
Share:

રાજકોટના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ માધવ હોટલ પાસે ગઇકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 મૃતક યુવાન છેલ્લા બે વર્ષથી આરોપીની પરિણીત બહેન સાથે ફોનમાં વાતો કરતો હતો. આ મામલે આરોપીના બહેન-બનેવી વચ્‍ચે માથાકુટ ચાલતી હતી. ગઇકાલે આરોપી બહેન-બનેવી ઘરે હતા ત્‍યારે સવારે ફરી બોલાચાલી થતાં તે આરોપી તેની બહેન સાથે પરિચયમાં રહેલા યુવકની હત્યા કરવાના ઈરાદાથી બપોરે રાજકોટ આવ્‍યો હતો. યુવકને ફોન કરી મળવા બોલાવતા બંને સ્‍પીડવેલ ચોકમાં ભેગા થયા હતા અને બાદ આરોપી તેને આગળ ચા પીવાના બહાને હોટલ પાસે લઇ ગયો હતો, જ્યાં યુવક પાણી પીતો હતો ત્યારે પાછળથી આવી છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બહેનને હેરાન કરતો હોવાનો વહેમ રાખી આરોપીએ હત્યા નિપજાવીરાજકોટના ગુરૂપ્રસાદ ચોક અંકુર વિદ્યાલય મેઇન રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.43)ની હત્યાના બનાવમાં મુળ ખોરાસા ગીર, માળીયા હાટી તાલુકા રહેવાસી આરોપી મહેશ દિનેશભાઇ જેઠવા વિરુધ્ધ મૃતકના મોટા ભાઇ રમેશભાઇ હરિભાઇ ધોકીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની બહેનને મૃતક યુવાન નિલેષ હેરાન કરે છે તેવો વહેમ રાખી મોઢાના ભાગે, છાતીના ભાગે, કમરના ભાગે છરીના 8 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે મૃતકનો બે વર્ષ પહેલા પરિચય થયો હતોઆરોપી મહેશની પરિણીત બહેન સાથે મૃતક નિલેશ ધોકીયાને બે વર્ષ પહેલા એક સગાઇ પ્રસંગમાં પરીચય થયા પછી તે બન્ને વચ્ચે ફોનમાં સતત વાતચીત થતી હતી જેની જાણ પરિણીતાના પતિને બે મહિના પહેલા થતા તેણે રાજકોટ રહેતાં સાળા મહેશને વાત કરી હતી જેથી આરોપી મહેશએ અગાઉ નિલેષને સમજાવ્‍યો પણ હતો. પરંતુ આમ છતાં બન્ને વચ્ચે વાતચીત ચાલુ રહેતા ગઇકાલે સવારે ફરીથી આરોપીના બહેન-બનેવી વચ્ચે મૃતક નિલેશને લઇ માથાકુટ થઈ હતી. આરોપી મહેશને બનેવીએ જાણ કરતાં રોષે ભરાયેલ મહેશએ સમાધાનની વાત કરવાના બહાને નિલેશને બોલાવી ચા પીવાના બહાને માધવ હોટલ પાસે લઇ ગયો હતો અને પછી નિલેષ પાણી પીવા આગળ વધ્‍યો ત્યારે પાછળથી આવી મહેશએ ક્રુરતા પૂર્વક તૂટી પડી આઠ જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવીગઈકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ બનતા તાલુકા પોલીસ ટિમ સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક નિલેશ ફર્નિચર કામ કરતો હતો અને તેને સંતાનમા એક 15 વર્ષનો દીકરો અને એક 13 વર્ષની દીકરી હોવાનું સામે આવ્યું છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે. હત્યારાએ ચાલાકીપૂર્વક ઘડ્યો હત્યાનો પ્લાનCCTVમાં દેખાતા દૃશ્યો મુજબ નિલેશ અને મહેશ જેઠવા બંને અલગ-અલગ બાઈક પર એકસાથે જ આવતા નજરે પડે છે. ત્યારબાદ બંને બાઈકમાંથી એકસાથે ઊતરીને આગળની તરફ આવે છે પણ મહેશ એકાએક પાછો બાઈક પાસે જઈને ઊભો રહી જાય છે તો નિલેશ આગળની તરફ જઈને પાણીના કૂલર પાસે જઈને ગ્લાસમાં પાણી ભરીને પીવે છે. આ સમયે મહેશ હાથમાં પાછળ ચાકૂ લઈને નિલેશ તરફ આગળ આવે છે અને એક બાદ એક ચાકુના ઘા ઝિંકે છે. આ ઘટના દરમિયાન બે-ત્રણ લોકો વચ્ચે પડીને મહેશને સાઈડમાં લઈ જઈને નિલેશને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમના હાથમાંથી છૂટીને મહેશ પાછો નિલેશને છરીના ઘા ઝિંકે છે. નિલેશનું મોત થયા બાદ પણ મહેશ તેને છરી અને લાતોથી મારતો રહ્યો. આ હત્યા કરીને મહેશ તુરંત જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ હત્યાઃ પારિવારિક ઝઘડાને કારણે 44મી વાર કરાયેલી છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા | Achira News