Achira News Logo
Achira News

રાજકોટનો A.N.T.F. ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. [X] નો ગાંજો જપ્ત કર્યો

Akila News
રાજકોટનો A.N.T.F. ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. [X] નો ગાંજો જપ્ત કર્યો
Full News
Share:

રાજકોટ તા. ૫: રાજ્‍યમાં નશાના કારોબારને જડમુળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત, એ.એન.ટી.એફ. (એન્‍ટી નાર્કોટીક્‍સ ટાસ્‍ક ફોર્સ) રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમની ટીમે વધુ એક વખત ચોટીલામાંથી ગાંજાની હેરાફેરી પકડી પાડી છે. ચોટીલાના પીપળીયા ત્રણ રસ્‍તા પાસેથી ગેરકાયદેસર ગાંજાના જથ્‍થા સાથે ૪ શખ્‍સોને પકડી લીધા છે. રાજકોટ ઝોન એ.એન.ટી.એફ.ના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. જે. ચૌહાણ અને તેમની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર કે. એમ. મેહતા તથા કોન્‍સ્‍ટેબલ રણજીતભાઈ ધાધલ અને અનિલગીરી ગોસાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ચોટીલાના પીપળીયા ત્રણ રસ્‍તા પાસે કેટલાક શખ્‍સો મોટરસાઇકલ પર નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્‍યું હતું. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ૧.૦૫ કિલો ગાંજો મળી આવ્‍યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૫૨,૫૦૦ ગણી ગાંજો તેમજ ૪ મોબાઇલ, બે બાઇક, રોકડા ૩૦ હજાર મળી કુલ રૂા. ૨,૧૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. ચારેયએ પુછતાછમાં પોતાના નામ મનસુખ ઉર્ફે મનો છગનભાઈ મકવાણા (ઉ. ૫૦, રહે. ખડગુંદા, ચોટીલા), નરેશ વલ્લભભાઈ મકવાણા (ઉ.૨૬, રહે. ખડગુંદા, ચોટીલા), રજની હસમુખભાઈ કોરડીયા (ઉ. ૪૮, રહે. શાષાીનગર, ચોટીલા) અને દીપક મેહુલભાઈ લાદવા (ઉ.૬૨, રહે. ગાંધીબાગ પાસે, ચોટીલા) જણાવ્‍યા હતાં. આ મામલે એ.એન.ટી.એફ.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. જે. ચૌહાણે પોતે ફરિયાદી બની ચારેય આરોપીઓ વિરૂધ્‍ધ એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ગાંજો ક્‍યાંથી લાવ્‍યા તેની તપાસ શરૂ કરી છે. આગળની તપાસ સુરેન્‍દ્રનગરના આણંદપુર પોલીસને સોંપાઇ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટનો A.N.T.F. ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. [X] નો ગાંજો જપ્ત કર્યો | Achira News