Achira News Logo
Achira News

રાજકોટની ખાદ્ય શાખાએ જાહેર આરોગ્યની ચિંતા વચ્ચે વેપારીઓની તપાસ હાથ ધરી

Akila News
રાજકોટની ખાદ્ય શાખાએ જાહેર આરોગ્યની ચિંતા વચ્ચે વેપારીઓની તપાસ હાથ ધરી
Full News
Share:

રાજકોટ તા.૧૮: શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારના ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકી હાથ ધરવામાં આવી રહયુ છે ત્‍યારે થોડા સમય પહેલા સીધેશ્વર ઢોસામાંથી બટર,ગાયત્રી મદ્રાસ કાફેમાંથી કપાસીયા તેલ તથા શ્‍યામ ડેરી પ્રોડકસમાંથી પનીર તથા ક્રાઇટલ બેવરેજીસમાં બિલકીંગ વોટરના નમુના પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામ નમૂના નાપાસ જાહેર થયા છે. આ ઉપરાંત આજીડેમ ચોકડી વિસ્‍તારમાં ૧૨ ધંધાર્થીને લાઇસન્‍સની નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા‘સીધેશ્વર ઢોસા',નાનામવા સર્કલ પાસે,નાનામવા રોડ,RMCઆરોગ્‍ય કેન્‍દ્ર સામે,રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાંB.R.READING AT 40 Cમિલ્‍ક સોલીડ નોટ ફેટ ની માત્ર ધારાધોરણ કરતાં વધુ,રીચર્ટ વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટની ખાદ્ય શાખાએ જાહેર આરોગ્યની ચિંતા વચ્ચે વેપારીઓની તપાસ હાથ ધરી | Achira News