રાજકોટના પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગર બસ સ્ટોપની પાસે આવેલી ખાનગી ક્લિનિકમાં ખરજવાની સારવાર માટે આવેલા હડાળા ગામના પ્રૌઢને ડર્મેટોલોજિસ્ટ દ્વારા અપાયેલા દવાના બે ડોઝ બાદ તેમની તબિયત અચાનક બગડતા અડધી કલાકમાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પરિવાર મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા રમજાનભાઈ નૂરમહમદભાઈ ફલાણી(ઉં.વ.53) નામના પ્રૌઢનું બપોરે એકાદ વાગ્યા આસપાસ પોપટપરામાં આવેલા ડૉ.વિનુભાઈ પટેલની ક્લિનિકમાં સારવારમાં મોત નીપજ્યું હતું. બપોરે સાડા અગિયારેક વાગ્યા આસપાસ પ્રૌઢ અને તેમના પત્ની કુલસમબેન ક્લિનિકમાં રમજાનભાઈની ખરજવાની સારવાર અર્થે ગયા હતા. અહીં ક્લિનિક સંચાલક વિનુભાઈ પટેલ નામના તબીબે જ પ્રૌઢનો ઉપચાર શરૂ કર્યો હતો. મૃતકના પરિવારે જણાવ્યા અનુસાર, તબીબે મૃત્યુ પામનાર રમજાનભાઈને એક રસી બાળવાનું અને બીજું ખરજવું મટાડવાનું ઈન્જેક્શન લગાવ્યું હતું, પણ જેવું ઇન્જેક્શન માર્યું કે દર્દીની એકાએક તબિયત લથડી ગઈ હતી. પરિવાર દર્દીને અન્ય હોસ્પિટલ ખાતે લઈ જાય તે પૂર્વે જ દર્દીએ ક્લિનિકમાં જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિવારજનોએ તબીબની તપાસ કરવાની માંગ કરીમૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રૌઢ બિલકુલ સ્વસ્થ હાલતમાં ક્લિનિકમાં આવ્યા હતા, દવા આપ્યા બાદ જ તેમની હાલત બગડી હતી. તેથી તબીબની બેદરકારીના કારણે જ મોત થયું હોવાનું તેઓએ જણાવ્યું છે. પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખરજવાની સારવાર બાદ દર્દીનું મોત
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.