રાજકોટ,શિતલ પાર્ક નજીક શ્યામનગર-૪માં રહેતાં એક તરૂણને પોલીસમેન સહિતનાં આઠેક આરોપીઓએ ભેગા મળી બેફામ બની મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં આરોપી તરીકે પોલીસમેન હોવાથી ચાર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધ્યાનો આક્ષેપ થયો છે. લેડીસ સલૂન ચલાવતાં રિધ્ધીબેન અતુલભાઇ ભડેણીયા (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ભાઇ પ્રિન્સ તેના મિત્રો સાથે ગઇ તા.૨૯ના રોજ ક્રિકેટ રમવા બજરંગવાડી ગાર્ડનમાં ગયો હતો. તે વખતે તેના મિત્ર મિતનો મિત્ર કે જે સગીર છે તે અને તેનો ભાઇ બેટ ફેરવતાં હતાં. જે બેટ તેના ભાઇને વાગતાં બંને સાથે ઝઘડો થતાં તેનો ભાઇ ત્યાંથી નિકળી ગયો હતો. ત્યાર પછી તેનો ભાઇ મિત્ર સાથે ત્રિકોણ બાગ પાસે ખરીદી કરતો હતો ત્યારે ઝઘડો કરનાર સગીરે કોલ કરી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં સમાધાન માટે બજરંગ વાડી સર્કલ પાસે બોલાવ્યા બાદ સગીરનાં પિતા તરીકે ઓળખ આપનાર સંદીપસિંહે કેમ મારા દીકરાને ગાળો આપતો હતો તેમ કહીં તેના ભાઇનાં વાળ ખેંચ્યાં હતા. જ્યારે સગીરે તેને ગડદાપાટુંનો માર માર્યાે હતો. તેના ભાઇનો મિત્ર દિક્ષીત વચ્ચે પડતાં તેને સંદીપસિંહે સાઇડમાં બેસાડી તેના ભાઇનાં વાળ પકડી, ટીશર્ટ કઢાવી, તમાચા ઝીંકી, માથાના ભાગે ઢીકા માર્યા હતા.આટલેથી નહીં અટકતાં તેના ભાઇને ડાબી આંખ ઉપર નેણનાં ભાગે કડું મારી દીધું હતું. અન્ય છ આરોપીઓએ પણ તેના ભાઇને ગડદાપાટુંનો માર મારી બેટ વડે પણ હુમલો કર્યાે હતો. આખરે સંદીપસિંહે પોલીસનું કાર્ડ બતાવી હું તારો બાપ છું, થાય તે કરી લેજે, બીજી વાર બગીચામાં રમવા દેખાણો તો પાછો મારીશ તેમ કહીં ચાલતી પકડી હતી. ફરિયાદમાં રિધ્ધીબેને આગળ જણાવ્યું છે કે, આ બાબતની જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યા હતા. તે ઝઘડો કરનાર તરૂણનાં ઘરે જતાં સંદીપસિંહ અન્ય પાંચેક માણસો સાથે બાકડે બેઠા હતાં. તેને કેમ મારા ભાઇને માર્યાે તેમ પુછતાં તારે જ્યાં પોલીસ ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે તેમ કહીં તેની સાથે પણ ઝઘડો કર્યાે હતો. એટલું જ નહીં ધક્કો મારી અહીંથી નીકળ તેમ કહીં દીધું હતું. તેના ભાઇને નેણનાં ભાગે ઇજા થતાં સારવાર લીધી હતી. જેમાં બે ટાંકા લેવા પડયાં હતાં.પોલીસે જણાવ્યું કે આરોપી સંદીપસિંહ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ઝઘડામાં તેનો પુત્ર નહીં પરંતુ ભત્રીજો હોવાની માહિતી મળી છે. આ બંને ઉપરાંત અન્ય છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.SS1MS
રાજકોટનાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સહિત આઠ આરોપીઓએ યુવકને નિર્દયતાથી માર માર્યો
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.