Achira News Logo
Achira News

રાજકોટની ગરમીમાં તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

Akila News
રાજકોટની ગરમીમાં તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
Full News
Share:

રાજકોટ,તા. ૪ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યાના સુમારે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું. જોકે, ગઇકાલની સરખામણીએ તાપમાનના પારો થોડો નીચે ઉતરતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે, પરંતુ હવામાં ભેજ અને સ્‍થિર પવનને કારણે અસહ્ય ઉકળાટ અને બફારાએ લોકોની મુશ્‍કેલીમાં વધારો કર્યો છે. સવારથી જ સૂર્યનારાયણે તેવર બતાવવાનું શરૂ કર્યું હતું. બપોરે અઢી વાગ્‍યે તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, પવનની ગતિ પ્રતિ કલાક ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. પવનની ધીમી ગતિને કારણે વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્‍યું છે, જેના લીધે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રાજકોટના મુખ્‍ય માર્ગો ઉપર ટ્રાફિકની અવરજવર ઓછી જોવા મળી હતી. કામ વગર લોકોએ બહાર નીકળવાનું ટાળ્‍યું હતું. ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત, શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટની ગરમીમાં તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું | Achira News