રાજકોટ તા. ૨૧: અલગ અલગ કારણોસર અલગ અલગ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યાની ચાર ઘટના સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઇ હતી. જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર રાધાકળષ્ણ નગર-૨માં રહેતા અમિતભાઈ નરશીભાઈ શિયારા (ઉ.વ.૪૪)ના યુવકે બપોરે લાઠીયા ગેરેજ પાસે ડીડીટી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે અને બે ભાઇમાં નાના છે, સંતાનમાં એક પુત્ર છે. પત્નિ સાથે કલેશ થતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું. બીજા બનાવમાં ભુપગઢ ગામે રહેતો સુમિત હેમતભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ સાંજે ગંજીવાડાથી આગળ નવા બસ સ્ટેન્ડ પાસે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે, તેના કહેવા મુજબ ગઈકાલે ઘર પાસે બેઠો હતો ત્યારે મોટાબાપુ ભુપતભાઇ અને તેનો દીકરો સાગર આવીને ગાળો બોલવા લાગતા મેં તેને સામે ગાળ આપી હતી આથી બંનેએ ઉશ્કેરાઈ પાણાવારી કરી હતી. આ લોકોના ત્રાસને કારણે પગલુ ભર્યાનો આક્ષેપ તેણે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં મિલપરા-૪માં રહેતા રમેશભાઈ સુભંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૫)ના યુવકે જ્યુબિલી બગીચામાં જઈ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક ચાઈનીઝ પંજાબીની લારી ધરાવે છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતાની મરજીથી પીધી હોવાનું રટણ કરતાં એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાના ચાર પ્રયાસો નોંધાયા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.