Achira News Logo
Achira News

રાજકોટનો હાઇબ્રિડ ગાંજો રોગચાળોઃ પોલીસે આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો

Divya Bhaskar
રાજકોટનો હાઇબ્રિડ ગાંજો રોગચાળોઃ પોલીસે આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો
Full News
Share:

રાજકોટ શહેરમાં ‘હાઈબ્રિડ ગાંજા’નો ખતરનાક ટ્રેન્ડ હવે પોલીસ માટે મોટી ચિંતા બન્યો છે. માત્ર 24 કલાકના ગાળામાં જ બીજી મોટી કાર્યવાહી થતાં નશાની જાળ અંગે ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. એસઓજી ટીમે શરૂઆતમાં 69.380 ગ્રામ ગાંજા સાથે ધ્રુવ સંજય જોશીને ઝડ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી મુંબઈથી હાઈબ્રિડ ગાંજો મગાવી રાજકોટમાં સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં 130 ગ્રામ જેટલો જથ્થો વેચાઈ ગયો હોવાની માહિતી મળતાં શહેરના કેટલાક નશાખોરો અને પેડલરો પોલીસના નિશાન પર આવ્યા છે. પોલીસે હવે આ કેસને માત્ર સ્થાનિક નહીં, પરંતુ આંતરરાજ્ય નેટવર્ક તરીકે લઈ તપાસ તેજ બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સ રેકેટની કડીઓ મુંબઈ અને દિલ્લી સુધી ફેલાયેલી હોવાની શક્યતા છે. છેલ્લા ચારથી પાંચ મહિનાથી સક્રિય રહેલો આરોપી શહેરમાં હાઈબ્રિડ ગાંજાનો સર્કિટ ઊભો કરી રહ્યો હતો. ભાડાનું મકાન ખાસ જથ્થો છુપાવવા માટે ઉપયોગમાં લેવાતું હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસે સપ્લાય ચેઇનમાં જોડાયેલા અન્ય શખ્સને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. રાજકોટમાં ‘હાઈબ્રિડ ગાંજા’ના વધતા પ્રવાહને અટકાવવા માટે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટનો હાઇબ્રિડ ગાંજો રોગચાળોઃ પોલીસે આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો | Achira News