રાજકોટ, તા. પ : મનપા દ્વારા શહેરના કાલાવડ રોડ અને પોપટપરા વિસ્તારમાં આવેલ ર લાખના ૧ બીએચકે ખાલી આવાસ માટે ફોર્મની કાર્યવાહી કરવામાં આવતા આજ દિન સુધીમાં ૧૦પ૭ આવાસ સામે માત્ર ૧૯૦૦ ફોર્મ ભરાયા છે. આમ આ યોજનામાં નબળો પ્રતિસાદ મળ્યાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ આવાસ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા અને કાલાવાડ રોડ વિસ્તારના પ્રેમ મંદિર નજીક આવેલ મનપાના આવાસ પ્રોજેક્ટનો કિસ્સો હવે નિષ્ફળતાનું પ્રતીક બની ગયો છે.BSUPયોજના અંતર્ગત વર્ષ ૨૦૧૦માં અંદાજે રૂા.૫૯.૮૨ કરોડના ખર્ચે ૧૦૫૭ આવાસો બનાવવામાં આવ્યા હતા. બાદમાં રિપેરિંગ સહિત કુલ ખર્ચ રૂા.૭૫.૮૨ કરોડ સુધી પહોંચી ગયો. શરૂઆતમાં રૈયા ધાર અસરગ્રસ્તોને ફક્ત બે વર્ષ માટે કામચલાઉ ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ૧૪ વર્ષ સુધી આ મકાનો તાળા મારીને બંધ રાખવામાં આવ્યા. સમય જતાં આ આવાસો જર્જરિત બની ગયા. પછી મનપાએ આશરે રૂા.૧૬ કરોડના ખર્ચે મરામત કરી, જે મકાનોની મૂળ કિંમત લગભગ રૂા.૯ લાખ હતી, તેને હવે ફક્ત રૂા.૨ લાખમાં વેચવા કાઢવામાં આવ્યા છે. છતાં પણ પ્રાઈમ લોકેશન હોવા છતાં ખરીદદારો આગળ આવતા નથી. હાલમાં અંદાજે રૂા. ૨ લાખના ૧૯૦૪ ફોર્મ ભરાયા છે, જ્યારે કુલ ૧૦૫૭ ફ્લેટ ઉપલબ્ધ છે અને કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ સમગ્ર મામલો મનપાના સત્તાધીશોની અણઆવડત અને અધિકારીઓની ઉદાસીનતાને ઉજાગર કરે છે, જેના કારણે ૧૦૫૭ પરિવારો પોતાના ઘરના સપનાથી વંચિત રહ્યા છે.
રાજકોટનો હાઉસિંગ પ્રોજેક્ટ નિષ્ફળતાનું પ્રતીકઃ 1,07 લાખ ખાલી મકાનોમાંથી માત્ર 1,900 ફોર્મ ભરાયા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.