Achira News Logo
Achira News

રાજકોટની હોટલના રૂમમાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત

Akila News
રાજકોટની હોટલના રૂમમાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત
Full News
Share:

રાજકોટ તા. ૨૧: શહેરના લીમડા ચોકમાં આવેલી હોટેલમાં બેભાન થઇ જતાં સોફટવેર એન્‍જિનીયર યુવાનનું મૃત્‍યુ થયું છે. જાણવા મળ્‍યા મુજબ ગત સાંજે આઠેક વાગ્‍યે હોટેલ એવરગ્રીનના રૂમમાં એક ઉતારૂ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેને મૃત જાહેર કરાયા હતાં. હોટેલમાં થયેલી નોંધણી મુજબ આ મૃતકનું નામ સુધીરકુમાર લાલટૂન ચોૈધરી (ઉ.વ.૩૫) હોવાનું ખુલ્‍યું હતું. એ-ડિવીઝન પોલીસે તપાસ કરતાં મૃતકના જામનગર રહેતાં ભાઇ રાજકોટ પહોંચ્‍યા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. સુધીરકુમાર મુળ બિહાર દરભંગાના વતની હતાં અને સોફટવેર એન્‍જિનીયર તરીકે કંપનીમાં નોકરી કરતાં હતાં. પંદર દિવસ પહેલા જ તે બિહારથી કંપનીના કામે રાજકોટ આવ્‍યા હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા એ-ડિવીઝન પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટની હોટલના રૂમમાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત | Achira News