રાજકોટ, તા. ર૦: ગોંડલના મોટા દડવાના ઘાડના ગુન્હામાં ર૬ વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાશતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગોંડલ તાલુકા પો.સ્ટે. ના ફરીયાદી બાવાભાઇ શામજીભાઇ ચોવટીયા રહે. મોટાદડવાના ખેતરમાં આરોપીએ પ્રવેશ કરી ખેતરમાં રહેલ આઠ મણ તલ કિ.રૂ. ૩,૦૦૦/- ની ધાડ(લુંટ) કરી ફરીયાદીને માર મારી નાશી ગયેલ હોય અને આ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષ થી નાશતો-ફરતો (૧) અશોક ઓઘાભાઈ સાથળીયા (સોલંકી) ઉ.વ.૪૭ સરનામુ- રાજકોટ શીતળાધાર મફતીયાપરા, સરદાર ગૌશાળા પાછળ કોઠારીયા સોલવંટને અમરેલી ખાતેથી ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકળષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી, એચસી પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ભગીરથસિંહ જાડેજા તથા પીસી રણજીતભાઇ બોરડ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટમાંથી 26 વર્ષ બાદ ગોન્ડાલ લૂંટ કેસમાં વ્યક્તિની ધરપકડ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.