Achira News Logo
Achira News

રાજપીપલા કેડેટે રાજ્ય કક્ષાની નિશાનેબાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Akila News
રાજપીપલા કેડેટે રાજ્ય કક્ષાની નિશાનેબાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો
Full News
Share:

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી. કેડેટ કરણ વસાવાએ સ્ટેટ લેવલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવી કોલેજ તથા સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે એન.સી.સી. આંતર ગ્રુપ સ્પોર્ટ્સ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 માં કરણ વસાવાએ આ મેડલ પ્રાપ્ત કર્યો હતો તાજેતરમાં યોજાયેલી એનસીસી સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં કરણ વસાવાએ ઉત્કૃષ્ટ નિશાનેબાજી પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, શિસ્ત અને અડગ મનોબળનું પ્રતિબિંબ છે. સ્પર્ધામાં રાજ્યભરના પ્રતિભાશાળી કેડેટ્સ વચ્ચે કરણે પોતાનું કૌશલ્ય સાબિત કરી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.કરણ વસાવા થ્રિ ગુજરાત ઇંડિપેડેન્ટ કંપની રાજપીપલા ના કેડેટ છે. તેમની આ સિદ્ધિ બદલ કંપની ના કમાન્ડિંગ ઓફિસર અખિલેશ કુમાર, એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, એન.સી.સી. અધિકારી કેપ્ટન રાહુલ ઠક્કર એ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કરણના આ સફળતાપૂર્ણ પ્રદર્શનને કોલેજ માટે ગૌરવની ક્ષણ ગણાવી અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.કોલેજ પરિવાર તથા એન.સી.સી. યુનિટના તમામ સભ્યોએ કરણ વસાવાની આ સિદ્ધિને ઉજવણી સમાન ગણાવી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. કરણ વસાવાની આ સફળતા અન્ય કેડેટ્સ માટે પણ પ્રેરણારૂપ બનશે અને તેમને રાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજપીપલા કેડેટે રાજ્ય કક્ષાની નિશાનેબાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો | Achira News