ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે ‘જીકાસ’ (GCAS) પોર્ટલ અનિવાર્ય બન્યું છે. વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન ક એમ.એસ. યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આગામી 6, 7 અને 11 મેના રોજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સયાજીગંજ સ્થિત સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે સાંજે 5:00 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. જીકાસની પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ આસાનીથી કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં પ્રક્રિયા કેવી રીતે કરવી તેની માહિતી આપવાની સાથે તેમના કોઇ પ્રશ્નો હશે તો તેના પર જવાબો પણ અપાશે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ડિજિટલ સ્ક્રીન દ્વારા ફોર્મ ભરવાની અને રજિસ્ટ્રેશનની લાઈવ પ્રક્રિયા સમજાવવામાં આવશે. આ સાથે જ પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ કે વાલીઓના મનમાં રહેલી મૂંઝવણો અને પ્રશ્નોનું સ્થળ પર જ નિ:શુલ્ક નિરાકરણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, જ્યાં GCAS દ્વારા એડમિશન થવાના છે, ત્યાં આ રીતે માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 6, 7 અને 11 મેએસાંજે 5 વાગ્યે સી.સી.મહેતા ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે સેમિનારમાં વિદ્યાર્થીઓને શું નવું જાણવા મળશે ? લાઈવ ડેમોસ્ટ્રેશન |જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવા અને કોલેજની પસંદગી કેવી રીતે કરવી તેની લાઈવ પ્રોસેસ સમજાવવામાં આવશે. યુનિવર્સિટી વાઈઝ ગાઈડન્સ |એમ.એસ. યુનિ. તેમજ અન્ય સરકારી યુનિ.માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અહીંથી જ પ્લેટફોર્મની સમજ મળશે. પ્રશ્નોત્તરી સેશન |જો તમને ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ સમસ્યા આવતી હોય અથવા ડોક્યુમેન્ટ્સ બાબતે મૂંઝવણ હોય, તો તમે સીધા જ નિષ્ણાતોને મળીને તેનું નિરાકરણ લાવી શકશો.
રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જી. સી. એ. એસ. પોર્ટલ ફરજિયાત બન્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.