Achira News Logo
Achira News

રાજ્યસભાના અહેવાલમાં સાંસદોની સંપત્તિ અને ગુનાહિત આરોપો અંગે આઘાતજનક આંકડાઓ બહાર આવ્યા

Akila News
રાજ્યસભાના અહેવાલમાં સાંસદોની સંપત્તિ અને ગુનાહિત આરોપો અંગે આઘાતજનક આંકડાઓ બહાર આવ્યા
Full News
Share:

નવી દિલ્હી:ભારતની 'ઉપલી સદન' એટલે કે રાજ્યસભાના સભ્યોની સંપત્તિ અનેતેમનાભૂતકાળને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક સનસનાટીભર્યો અહેવાલ જાહેર કર્યો છે. વિશ્લેષણ મુજબ, 229 વર્તમાન સાંસદોમાંથી આશરે 32% એટલે કે 73 સાંસદો ફોજદારીકેસોનોસામનો કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમાંથી 36 સાંસદો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અનેમહિલાઓવિરુદ્ધનાગુનાજેવા અત્યંત ગંભીર આરોપો નોંધાયેલા છે. પક્ષવાર જોતા ભાજપના 27 અને કોંગ્રેસના 12 સાંસદો ડાઘી છબી ધરાવે છે, જે લોકશાહીના મંદિરમાં બેસતા પ્રતિનિધિઓની નૈતિકતા પર સવાલ ઉભા કરે છે. બીજી તરફ, રાજ્યસભામાં 'લક્ષ્મીજી'ની પણ મહેરબાની જોવા મળી રહી છે. ગૃહના 14% સભ્યો અબજોપતિ છે, જેમાં સૌથી ધનિક સાંસદ તરીકે તેલંગાણાના BRS નેતા બંદી પાર્થ સારથી ઉભરી આવ્યા છે, જેમની કુલ સંપત્તિ ₹5,300 કરોડ આંકવામાં આવી છે. તેમની પાછળ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાના સાથીદાર રાજેન્દ્ર ગુપ્તા ₹5,053 કરોડ સાથે બીજા ક્રમે છે. રસપ્રદ બાબત એ છે કે રાજ્યસભાના એક સભ્યની સરેરાશ સંપત્તિ ₹120.69 કરોડ છે, જે સામાન્ય નાગરિકની કલ્પના બહારની વાત છે. આ અઢળક સંપત્તિ વચ્ચે સાદગીના ઉદાહરણો પણ જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંત બલબીર સિંહ માત્ર ₹3 લાખની સંપત્તિ સાથે સૌથી ગરીબ સાંસદ જાહેર થયા છે. મણિપુરના મહારાજા સનાજાઓબા લીશેમ્બા પણ ₹5 લાખની મિલકત સાથે આ યાદીમાં સામેલ છે. પક્ષોની સરેરાશ સંપત્તિની વાત કરીએ તો, AAP ના સાંસદો સરેરાશ ₹574 કરોડ સાથે સૌથી વધુ શ્રીમંત પક્ષ તરીકે ઉભરી આવ્યા છે, જ્યારે ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ ₹28 કરોડ આસપાસ છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશના કાયદા ઘડનારાઓમાં આર્થિક અસમાનતાનું ગાબડું કેટલું વિશાળ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજ્યસભાના અહેવાલમાં સાંસદોની સંપત્તિ અને ગુનાહિત આરોપો અંગે આઘાતજનક આંકડાઓ બહાર આવ્યા | Achira News