અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક પ્રેમસંબંધને લઈ ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે તેની માતા પર કાર ચડાવી નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ફરિયાદી ભાવેશભાઈ ભીલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક હુમલો કરી યુવકને માર માર્યો અને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું. દરમિયાન તેમની માતા જીતુબેન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ બાદ આરોપીઓ યુવકને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ અને ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખ્યો હતો. ઘટના અંગે જાણ થતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહુવા સુધી પીછો કરીને યુવકને મુક્ત કરાવ્યો અને સારવાર માટે ખસેડ્યો.
રાજુલા તાલુકામાં પ્રેમ પ્રસંગ ગંભીર બન્યો, પૂર્વનિયોજિત હુમલામાં માતાની હત્યા, પુત્ર ઘાયલ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.