Achira News Logo
Achira News

રાજસ્થાન રોયલ્સ સામે કડક કાર્યવાહી કરવા BCCIની નજર, IPLની ટીમો પર પ્રતિબંધ મૂક્યો

Akila News
રાજસ્થાન રોયલ્સ સામે કડક કાર્યવાહી કરવા BCCIની નજર, IPLની ટીમો પર પ્રતિબંધ મૂક્યો
Full News
Share:

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની શિસ્ત જાળવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલી તાજેતરની વિવાદાસ્પદ ઘટનાઓને પગલે બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. મુંબઈમાં મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરતી વખતે સૈકિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારી ટીમો સામે બોર્ડ હવે માત્ર દંડ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ પ્રોટોકોલના પાલન માટે અન્ય કડક વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે.રાજસ્થાન રોયલ્સ હાલમાં બે મુખ્ય વિવાદોને કારણે BCCIના રડાર પર છે. સૌપ્રથમ ટીમના મેનેજર રવિન્દર સિંહ ભિંડર ડગઆઉટમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયા હતા, જેના બદલ તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના હજુ શાંત પડી નહોતી ત્યાં કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ) કરતા કેમેરામાં કેદ થયો હતો. આ ગંભીર શિસ્તભંગ બદલ પરાગને મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. સૈકિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, આ માત્ર વ્યક્તિગત ખેલાડીની ભૂલ નથી, પરંતુ ફ્રેન્ચાઈઝીએ સામૂહિક શિષ્ટાચાર જાળવવાની જવાબદારી લેવી પડશે.આ વિવાદો વચ્ચે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારાએ બચાવમાં ઉતરતા જણાવ્યું છે કે, ફ્રેન્ચાઈઝી આ મામલે બોર્ડ સાથે સહકાર કરી રહી છે અને ટીમની અંદર સકારાત્મક વાતાવરણ જાળવવા કટિબદ્ધ છે. જોકે, BCCIના તેવર જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આચારસંહિતા વધુ કડક બનાવવામાં આવશે. લીગની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે તે માટે બોર્ડ હવે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી રહ્યું છે, જે અન્ય તમામ ફ્રેન્ચાઈઝીઓ માટે પણ એક મોટો બોધપાઠ સાબિત થશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજસ્થાન રોયલ્સ સામે કડક કાર્યવાહી કરવા BCCIની નજર, IPLની ટીમો પર પ્રતિબંધ મૂક્યો | Achira News