વર્ષ 2025માં બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સફળતા મેળવનાર ફિલ્મ 'ધુરંધર' બાદ, ડાયરેક્ટર આદિત્ય ધર અને સુપરસ્ટાર રણવીર સિંહ ફરી એકવાર ઈતિહાસ રચવા તૈયાર છે. લાંબી આતુરતાનો અંત આવ્યો છે અને ફિલ્મનો બીજો ભાગ એટલે કે 'ધુરંધર: ધ રિવેન્જ' (ધુરંધર 2) નું ટીઝર સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર જોતા જ સ્પષ્ટ થાય છે કે આ વખતે ફિલ્મની સ્કેલ અને એક્શન પહેલા કરતા અનેકગણી વધી ગઈ છે. જસકીરત સિંહથી 'હમઝા' સુધીની સફર ટીઝરની સૌથી મોટી વિશેષતા રણવીર સિંહના પાત્રનું ટ્રાન્સફોર્મેશન છે. ફિલ્મમાં તે જસકીરત સિંહ રંગી નામના પાત્રમાં છે, જે સંજોગોવશાત હમઝા નામના એક રહસ્યમય અવતારમાં ફેરવાય છે. ટીઝરમાં એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે જે દર્શકોના મનમાં કુતૂહલ પેદા કરે છે કે આખરે કઈ એવી ઘટના બની જેણે તેને સૌથી ખતરનાક ક્રિમિનલ ગેંગ્સની અંદર ઘૂસવા માટે મજબૂર કર્યો? આ ફિલ્મમાં તે માત્ર દેશની રક્ષા જ નથી કરતો, પણ પોતાના અંગત બદલા માટે સર્વસ્વ દાવ પર લગાવી દે છે.
રણવીર સિંહની ફિલ્મ'ધુરંધર 2 "નું ટીઝર રિલીઝઃ એક રોમાંચક સફર
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.