Achira News Logo
Achira News

રણવીર સિંહની ફિલ્મ'ધુરંધર-ધ રીવેન્જ "નું ટીઝર રિલીઝ

Akila News
રણવીર સિંહની ફિલ્મ'ધુરંધર-ધ રીવેન્જ "નું ટીઝર રિલીઝ
Full News
Share:

નવી દિલ્‍હી, તા.૩: ભારતીય સિનેમાના ઇતિહાસમાં બ્‍લોકબસ્‍ટર સફળતા મેળવ્‍યા બાદ, રણવીર સિંહ હવે ધુરંધર - ધ રિવેન્‍જ સાથે બોક્‍સ ઓફિસ પર ફરીથી વિસ્‍ફોટ કરવા તૈયાર છે. આદિત્‍ય ધરના નિર્દેશનમાં બનેલી આ હાઈ-ઓક્‍ટેન સ્‍પાય થ્રિલરનું ટીઝર આજે બપોરે ૧૨:૧૨ વાગ્‍યે રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ગાંડપણ જોવા મળ્‍યું છે, જેમાં રણવીરનો અત્‍યાર સુધીનો સૌથી ડેશિંગ અને ઇન્‍ટેન્‍સ લુક દુશ્‍મનોના છક્કા છોડાવતો નજરે પડે છે. આજે મંગળવાર, ૩ ફેબ્રુઆરીના રોજ ઠીક બપોરે ૧૨:૧૨ વાગ્‍યે જ્‍યારે આખું હિન્‍દુસ્‍તાન રણવીર સિંહના નવા લુકની રાહ જોઈ રહ્યું હતું, ત્‍યારે ધુરંધર ૨ ના ટીઝરે ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર એન્‍ટ્રી કરીને સનસનાટી મચાવી દીધી છે. માત્ર ૧ મિનિટ અને ૧૨ સેકન્‍ડના આ વીડિયોમાં રણવીર સિંહ એક અલગ જ તેવરમાં જોવા મળી રહ્યો છે. હવે ખરાબ થવાનો સમય આવી ગયો છે એવા પાવરફુલ કેપ્‍શન સાથે રિલીઝ થયેલા આ ટીઝરમાં રણવીરના લુક અને બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિકે ચાહકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ધુરંધર ૨ ટ્રેન્‍ડ કરી રહ્યું છે અને લોકો તેને અત્‍યાર સુધીનું સૌથી શક્‍તિશાળી ટીઝર ગણાવી રહ્યા છે. આ ફિલ્‍મનું નિર્દેશન ઉરી ફેમ આદિત્‍ય ધર દ્વારા કરવામાં આવ્‍યું છે, જેમણે અગાઉ ધુરંધર ૧ દ્વારા ભારતીય સિનેમાના તમામ જૂના રેકોર્ડ્‍સ તોડી નાખ્‍યા હતા. ૫ ડિસેમ્‍બર ૨૦૨૫ ના રોજ રિલીઝ થયેલી પહેલી ફિલ્‍મે જે રીતે થિયેટરોમાં ધૂમ મચાવી હતી અને ત્‍યારબાદ બ્‍વ્‍વ્‍ પર પણ પોતાનો દબદબો જાળવી રાખ્‍યો હતો, તે જોતા પાર્ટ-૨ માટે અપેક્ષાઓ આકાશે આંબી રહી છે. ટીઝરના વિઝ્‍યુઅલ્‍સ સ્‍પષ્ટ કરે છે કે આ વખતે એક્‍શન અને ડ્રામાનું લેવલ પહેલા કરતા પણ અનેકગણું વધારે હશે, જે દર્શકોને ખુરશી સાથે જકડી રાખશે. જિયો સ્‍ટુડિયો દ્વારા પ્રસ્‍તુત અનેB૬૨ સ્‍ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્‍મમાં રણવીર સિંહની સાથે અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્‍ગજ કલાકારોની મજબૂત ફોજ જોવા મળશે. આ ફિલ્‍મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ધુરંધર ૧ હજુ પણ તેના ૫૯માં દિવસે બોક્‍સ ઓફિસ પર કમાણી કરી રહી છે ત્‍યારે આ સિક્‍વલની જાહેરાતે ટ્રેડ એનાલિસ્‍ટ્‍સને પણ ચોંકાવી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે ધુરંધર - ધ રિવેન્‍જ બોક્‍સ ઓફિસ પર સફળતાના કયા નવા શિખરો સર કરે છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રણવીર સિંહની ફિલ્મ'ધુરંધર-ધ રીવેન્જ "નું ટીઝર રિલીઝ | Achira News