Achira News Logo
Achira News

રાણાવવ પોલીસે બરડા ડુંગર પર દરોડા પાડ્યા, ગેરકાયદેસર યીસ્ટ અને સાધનો જપ્ત કર્યા

Divya Bhaskar
રાણાવવ પોલીસે બરડા ડુંગર પર દરોડા પાડ્યા, ગેરકાયદેસર યીસ્ટ અને સાધનો જપ્ત કર્યા
Full News
Share:

રાણાવાવના બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી આધારે રાણાવાવ પોલીસે દરોડા પાડી ખૂણાના નેસ નજીક વડલાવારી ઝર માંથી 200 લીટર આથો, 50 લિટર દારૂ સહિત ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે કુલ રૂ.20,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર ખંભાળા ગામનો ભાયા જીવા મોરી હાજર મળી આવ્યો ન હતો. આ ઉપરાંત પોલીસે ડુંગરના પડધારમાં દરોડો પાડતા આ સ્થળેથી 600 લિટર આથો, કેરબા સહિત ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે રૂ.16,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર ખંભાળા ગામનો નાથા જીવા મોરી હાજર નહીં મળી આવતા પોલીસે બંને શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાણાવવ પોલીસે બરડા ડુંગર પર દરોડા પાડ્યા, ગેરકાયદેસર યીસ્ટ અને સાધનો જપ્ત કર્યા | Achira News