પોરબંદર નજીકના રાતડી ગામના વાડીવિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને ચોથી ડિલિવરીની પ્રસૂતાની પીડા ઉપડતા 108 ટીમે સ્થળ પર જ સગર્ભાની 108 એમ્બ્યુલન્સ જોખમી ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે.108 ની ટિમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. રાતડી ગામના વાડી વિસ્તારમાં રહેતા સગર્ભાને ચોથી જોખમી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ના ઈ.એમ.ટી. ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશભાઈ મોકરીયાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો ઋચીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી એમ્બ્યુલન્સ મા જ ડીલેવરી કરાવી હતી અને દીકરાનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી લેડી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કર્યા હતા.
રતાદી ગામમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે માતા અને બાળકને બચાવ્યા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.