Achira News Logo
Achira News

રિતેશ દેશમુખની'રાજા શિવાજી "એ બોક્સ ઓફિસ પર બનાવ્યો નવો રેકોર્ડ

Akila News
રિતેશ દેશમુખની'રાજા શિવાજી "એ બોક્સ ઓફિસ પર બનાવ્યો નવો રેકોર્ડ
Full News
Share:

મુંબઈ :અભિનેતા અને દિગ્દર્શક રિતેશ દેશમુખની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘રાજા શિવાજી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલા દિવસે ₹11.35 કરોડની ઐતિહાસિક ઓપનિંગ બાદ, બીજા દિવસે શનિવારે ફિલ્મની કમાણીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મે બીજા દિવસે ₹10.55 કરોડનું કલેક્શન કર્યું છે, તેમ છતાં ટ્રેડ એનાલિસ્ટ્સ આ આંકડાને ખૂબ જ મજબૂત માની રહ્યા છે. મરાઠી સિનેમાના ઇતિહાસમાં આ પ્રકારે સતત બે દિવસ સુધી ₹10 કરોડથી વધુનું કલેક્શન મેળવવું એ એક નવો વિક્રમ સ્થાપિત કરી રહ્યું છે. ફિલ્મની સફળતા પાછળ તેની મલ્ટી-લેંગ્વેજ રિલીઝ પણ એક મોટું કારણ છે. બે દિવસના અંતે મરાઠી વર્ઝન ₹15.15 કરોડ અને હિન્દી વર્ઝન ₹6.75 કરોડની કમાણી કરવામાં સફળ રહ્યું છે, જેનાથી કુલ કલેક્શન ₹21.90 કરોડ પર પહોંચ્યું છે. જિયો સ્ટુડિયો અને મુંબઈ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રિતેશ દેશમુખે શિવાજી મહારાજ તરીકે જીવંત અભિનય કર્યો છે, જ્યારે જેનેલિયા દેશમુખે સાઈબાઈના પાત્રમાં ઓજસ પાથર્યા છે. સલમાન ખાનનો કેમિયો અને સંજય દત્ત-અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સની હાજરી ફિલ્મને ભવ્યતા બક્ષી રહી છે. પોતાની 10 વર્ષની લાંબી સફરને યાદ કરતા રિતેશ દેશમુખે ભાવુક થઈને જણાવ્યું કે, આ ફિલ્મ બનાવવામાં અનેક અવરોધો આવ્યા હતા. વર્ષ 2016 થી તેઓ આ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હતા, પરંતુ ક્યારેક સંજોગો તો ક્યારેક કોરોનાને કારણે વિલંબ થતો રહ્યો. રિતેશના મતે, આ બધું શિવાજી મહારાજની ઈચ્છા મુજબ જ યોગ્ય સમયે થઈ રહ્યું છે. હાલમાં જે પ્રકારે રવિવારની એડવાન્સ બુકિંગ જોવા મળી રહી છે, તે જોતા ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ફરી મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રિતેશ દેશમુખની'રાજા શિવાજી "એ બોક્સ ઓફિસ પર બનાવ્યો નવો રેકોર્ડ | Achira News