Achira News Logo
Achira News

રેલવે પોલીસ લૂંટની યોજના નિષ્ફળ બનાવે છે, દિલ્હી સ્થિત ડાકૂની ધરપકડ કરે છે

Sandesh
રેલવે પોલીસ લૂંટની યોજના નિષ્ફળ બનાવે છે, દિલ્હી સ્થિત ડાકૂની ધરપકડ કરે છે
Full News
Share:

સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી ગુરૂવારથી પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા 18 એપ્રિલે પૂર્ણ થશે. પરંતુ ગુજરાતમાં 21 માર્ચ સુધી ભારે વરસાદની આગાહીને કારણે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. આજે રાજ્યમાં થયેલા વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને જોતાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવરને વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેંગણ ઘાટ ખાતે હાલ પૂરતી બોટ પણ આવતીકાલે સવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ સુરત શહેરમાં આજે ફૂંકાયેલા ભારે પવનને કારણે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા નજીક સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ અને ભારેખમ બોર્ડ ધરાશાયી થતા એક નિર્દોષ યુવાનનો જીવ ગયો છે. વાવાઝોડા જેવા તેજ પવનના વેગને કારણે આ લોખંડી બોર્ડ અચાનક તૂટી પડ્યું હતું, જેની નીચે દબાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવાન જ્યારે શાયોના પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ મનપાનું આ તોતિંગ બોર્ડ તેની પર ખાબક્યું હતું. બોર્ડનું વજન એટલું વધારે હતું કે યુવાનને બચવાની કોઈ તક મળી ન હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોમાં આ સમગ્ર ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે કે વાવાઝોડાની આગાહી સમયે આવા જોખમી બોર્ડ અને હોર્ડિંગ્સની મજબૂતીની તપાસ કેમ કરવામાં આવતી નથી? તેવા સવાલો ઉઠ્યા છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ મનપાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને બોર્ડ તૂટવાના કારણોની તપાસ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો નવસારી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. શહેરના હાર્દ સમાન લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે મેળાના મોટા ગુંબજ (ડોમ) અને પ્રવેશદ્વારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મેળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે મેળાના મુખ્ય ડોમ પર લગાવવામાં આવેલા તોતીંગ પોસ્ટરો કાગળની માફક ફાટી ગયા હતા. એટલું જ નહીં, પવનના જોરદાર ઝાપટાંને કારણે મેળાનો મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પણ ઉખડી ગયો હતો. ડોમની અંદર રાખવામાં આવેલો વેપારીઓનો સામાન અને પ્રદર્શનની ચીજવસ્તુઓ પવનના કારણે વેરવિખેર થઈ ગઈ હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને કારણે મેળામાં હાજર લોકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લુંસીકુઈ મેદાનમાં ખાદી હસ્તકલા મેળો કાર્યરત હતો. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા આયોજકો દ્વારા મુલાકાતીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સદનસીબે, ડોમનો ગેટ ઉખડવાની કે પોસ્ટરો ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં મેદાનમાં પડેલા કાટમાળને હટાવવાની અને નુકસાનનું આકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો શક્તિપીઠ અંબાજીમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભક્તો અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ, રાત્રિના સમયે તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાન ગગડ્યું છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે વરસાદી ઝાપટાં છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. પ્રથમ નોરતાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ પલળતા રહીને પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, અણધાર્યા પવન અને વરસાદને કારણે યાત્રાધામના જનજીવન અને બજાર પર આંશિક અસર જોવા મળી હતી. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસેલા વરસાદે અંબાજીના પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરાવી દીધી છે. એક તરફ ભક્તો માટે આ વાતાવરણ આહલાદક રહ્યું છે, તો બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક બગડવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાથી ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. ખેતીના પાકને થનારા નુકસાનને પગલે કૃષિ આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે. સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે. આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રેલવે પોલીસ લૂંટની યોજના નિષ્ફળ બનાવે છે, દિલ્હી સ્થિત ડાકૂની ધરપકડ કરે છે | Achira News