વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવર સાઈડ-1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણ લૂંટારુઓને પકડવા જતા કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતકુમાર પાંડે પર લાકડાના ફટકા મળતી માહિતી મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિવર સાઈડ-1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500 કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો. નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાના પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિતકુમારના માથા પર ફટકો માર્યો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઇજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું. અન્ય ગાર્ડ્સને પણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા. ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ ચલાવી રહી છે.
રિવર સાઇડ-1 કોલોનીમાં લૂંટ અને હુમલોઃ સુરક્ષા અધિકારી ઘાયલ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.