મુંબઈ:બોલિવૂડના જાણીતા રેપર બાદશાહ માટેમુશ્કેલીઓનાવાદળો ઘેરાયા છે. તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત"તતીરી" (Tettiri)માં હદ બહારની અશ્લીલતા અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ કડક વલણ અપનાવ્યું છે. આયોગે માત્ર બાદશાહ જ નહીં, પરંતુ ગીતના નિર્દેશક માહી સંધુ, જોબન સંધુ અને પ્રોડ્યુસરહિતેનનેપણ કાયદાના સકંજામાં લીધા છે. સોશિયલ મીડિયા પર આ ગીત વાયરલ થયા બાદ જે રીતે મહિલાઓનાગરિમાહીનપ્રદર્શન અને અભદ્ર ભાષાનો ઉપયોગ થયો છે, તેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા આયોગે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેતા સ્પષ્ટ કર્યું છે કે, આ ગીતની સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ જ ભારતીય દંડ સંહિતા (IPC) અનેIT એક્ટની અનેક કલમોનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, ગીતમાં સરકારી બસોનો પરવાનગી વગર ઉપયોગ કરવાના ગંભીર આરોપો પણ બાદશાહ પર લાગ્યા છે. આયોગે તમામ પક્ષકારોને25 માર્ચ, 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે પુરાવાઓ સાથે હાજર થવા આદેશ આપ્યો છે. જો તેઓ હાજર નહીં રહે, તો તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ અને ધરપકડ જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે, જેના કારણે સંગીત જગતમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી ટેકનોલોજી અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ પ્રતિબંધક અધિનિયમ હેઠળ બાદશાહની ટીમને હવે ગંભીર સવાલોના જવાબ આપવા પડશે. મનોરંજનના નામે અશ્લીલતા પીરસવાની આ પ્રથા સામે આયોગે લાલ આંખ કરી છે, જે અન્ય કલાકારો માટે પણ એક ચેતવણી સમાન છે. બાદશાહના વકીલો હાલમાં આ કાનૂની ગુંચવણમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કમિશનના કડક વલણને જોતા આ વખતે 'બાદશાહ' માટે બચવું મુશ્કેલ જણાય છે. ગીતને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ પણ જોર પકડી રહી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે અશ્લીલ ગીત મામલે રેપર બાદશાહ સામે કાર્યવાહી કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.