Achira News Logo
Achira News

રાહુલ ગાંધીએ સંસદમાં સરકારી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો, ઘટનાને લોકશાહી પર ધબ્બા ગણાવી

Akila News
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો, ઘટનાને લોકશાહી પર ધબ્બા ગણાવી
Full News
Share:

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યો છે કે સરકારના ઈશારે તેમને ગૃહમાં બોલતા અટકાવવામાં આવી રહ્યા છે. રાહુલે આ ઘટનાને ભારતીય સંસદીય ઇતિહાસની એક અત્યંત દુખદ ક્ષણ અને લોકશાહી પર 'કલંક' ગણાવી છે. સમગ્ર વિવાદ પૂર્વ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકના સંદર્ભથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આ પુસ્તક અથવા મેગેઝિનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે સ્પીકરે તેમને દસ્તાવેજ પ્રમાણિત કરવા જણાવ્યું હતું. રાહુલે દાવો કર્યો કે તેમણે દસ્તાવેજ પ્રમાણિત કર્યા હોવા છતાં, આજે જ્યારે તેમણે ભાષણ ફરી શરૂ કર્યું ત્યારે તેમને ફરીથી અટકાવવામાં આવ્યા હતા.રાહુલ ગાંધીએ પત્રમાં સ્પષ્ટ કર્યું કે સંસદીય નિયમો મુજબ, જો કોઈ સભ્ય દસ્તાવેજની પ્રમાણિકતાની જવાબદારી લે, તો સ્પીકરે તેમને બોલવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે લખ્યું:"મને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે બોલતા અટકાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યો છે.""સ્પીકરની જવાબદારી વિપક્ષના સભ્યોના અધિકારોનું રક્ષણ કરવાની છે, નહીં કે સરકારના કહેવા પર તેમનો અવાજ દબાવવાની.""સંસદના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિપક્ષના નેતાને આ રીતે બોલતા રોકવામાં આવ્યા હોય."રાહુલ ગાંધીએ પત્રના અંતે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એ રાષ્ટ્રપતિના અભિભાષણનો મહત્વનો ભાગ હતો અને તેના પર ચર્ચા કરવી એ તેમની ફરજ છે. આ મામલે હવે આગામી દિવસોમાં સંસદમાં વધુ ઘર્ષણ થવાની શક્યતા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાહુલ ગાંધીએ સંસદમાં સરકારી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો, ઘટનાને લોકશાહી પર ધબ્બા ગણાવી | Achira News