Achira News Logo
Achira News

લાતુરની મુલાકાત પહેલા જ પંકજા મુંડેંના હેલિકોપ્ટરની ખામી ટળી

Gujarat Samachar
લાતુરની મુલાકાત પહેલા જ પંકજા મુંડેંના હેલિકોપ્ટરની ખામી ટળી
Full News
Share:

Pankaja Munde :રાજ્ય મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેની લાતુર યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી અનુસાર છત્રપતિ સંભાજીનગરથી લાતુર માટે ઉડાન ભરતા પહેલા જ પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, ઉડાન પહેલા જ ખામીની જાણ થઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ તેના કારણે તેમની નિર્ધારિત બેઠકોના કાર્યક્રમો ખોરંભે ચડ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે. પંકજા મુંડે જ્યારે લાતુર જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરવાની તૈયારીમાં જ હતું. છત્રપતિ સંભાજીનગરથી ટેક-ઑફ કરતાં પહેલા જ ખામી પકડાતા પ્રવાસ કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. હવે પંકજા મુંડે બીજા હેલિકોપ્ટર દ્વારા મીટિંગમાં સામેલ થશે. ઉડાન પહેલા જ ખામીની ખબર પડી જવાથી મોટી હોનારત ટળી હતી. શું હતી સમગ્ર ઘટના? પંકજા મુંડે હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે સઘન પ્રવાસે છે. આજે એટલે કે મંગળવારે તેમને લાતુરમાં પ્રચાર માટે જવાનું હતું. છત્રપતિ સંભાજીનગરથી ઉડાન ભરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પાયલટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાનું નોંધ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ઉડાન તાત્કાલિક રદ કરવામાં આવી અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

લાતુરની મુલાકાત પહેલા જ પંકજા મુંડેંના હેલિકોપ્ટરની ખામી ટળી | Achira News