Achira News Logo
Achira News

લીન્ચ ગામમાં લૂંટઃ બે માણસો વેપારીના ગળામાંથી સોનાની સાંકળો ચોરી કરે છે

Divya Bhaskar
લીન્ચ ગામમાં લૂંટઃ બે માણસો વેપારીના ગળામાંથી સોનાની સાંકળો ચોરી કરે છે
Full News
Share:

મહેસાણા તાલુકાના લીંચ ગામે ધોળેદહાડે લૂંટની ઘટના બની છે. બસ સ્ટેન્ડ પાસે પાર્લર ચલાવતા વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નીચે નમતાં બે ગઠિયા તેમના ગળામાંથી રૂ.3.90 લાખની કિંમતની 6 તોલા સોનાની બે ચેઈન તોડી ભાગી ગયા હતા. આ મામલે લાંઘણજ પોલીસે ફરિયાદ નો લીંચ ગામે તોતર માતાના મંદિર પાસે રહેતા અને બસ સ્ટેન્ડ પાસે શિવ પાર્લર ચલાવતા ભરતજી રામસંગજી ઠાકોર મંગળવારે સાંજે દુકાને હાજર હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા, જેમાં ચાલકે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે સફેદ શર્ટ પહેર્યો હતો . આ શખ્સોએ વેપારી પાસે આઈસ્ક્રીમની માંગણી કરી હતી. વેપારી જેવો આઈસ્ક્રીમ આપવા માટે દુકાનની બહાર રહેલા ફ્રીઝને ખોલવા નીચે નમ્યા કે તુરંત તકનો લાભ લઈ સફેદ શર્ટ પહેરેલા શખ્સે વેપારીના ગળામાં પહેરેલી બે સોનાની ચેઈન ખેંચી લીધી હતી. વેપારી કંઇ સમજે તે પહેલાં લુટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ બાઈક પર બેસીને નાસી છૂટ્યા હતા. વેપારીએ રૂ.3,90,500ની કિંમતની 6 તોલા સોનાની બે ચેઇનની લૂંટ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

લીન્ચ ગામમાં લૂંટઃ બે માણસો વેપારીના ગળામાંથી સોનાની સાંકળો ચોરી કરે છે | Achira News