લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે સ્કુલની આગળ જાહેરમાં બે પંજાબી શખસો હેરોઈન, મોર્ફીન, કોડીનનું વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો. હેરોઈનનું વેચાણ કરતા હરજીતસિંઘ ગુરદીપસિંઘ મજબી, અજીજ શાહ આસ્કશાહને ઝડપી લીધા હતા. તે તેની પુછપરછ કરતા પંજાબ અમૃતસરના કુલવિંદરસિંઘ ગુરદીપસિંઘ મજબીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ લાલપુર પીઆઈ કે. એલ. ગરચરને તપાસ સોંપવામાં આવી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 3 દિવસમાં રિમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. 3 માસમાં 6 શખસો હેરોઈન સાથે ઝડપાયા જામનગરના મોટી ખાવડીમાં ફેચાર શખસો હેરોઈન સાથે હોટલમાં રોકાણ કરતા એસઓજીએ દરોડો પાડીને ઝડપી લીધા હતા. જે બાદ બે દિવસ પહેલા જ બે શખસોને હેરોઈન સાથે હરપાલસિંઘ ર્સ્વણસિંઘ મજબી શીખ અને રમનદિપસિંઘ સુલ્લાખાન મજબી શખીને ઝડપી લીધા હતા. જેની તપાસ મેઘપર પોલીસ ચલાવી રહી છે.
લાલપુર તાલુકામાં શાળા નજીક ડ્રગ પેડલર્સની ધરપકડ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.