Achira News Logo
Achira News

વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી 5-16 માટે નક્કી કરવામાં આવી છે

Divya Bhaskar
વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી 5-16 માટે નક્કી કરવામાં આવી છે
Full News
Share:

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજયભરમાં આગામી તા.5મી ફેબ્રુઆરીથી ઘો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાશે. જામનગર શહેરમાં જુદા જુદા ચાર પરીક્ષા કેન્દ્ર અને ધ્રોલમાં બે પરીક્ષા કેન્દ્ર રહેશે.જેને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી દેવાઇ છે. આગામી તા.5મી ફેબ્રુઆરીથી તા.16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટે શહેરના જુદા જુદા ચાર કેન્દ્રો પર 1260 વિધાર્થીઓ અને ધ્રોલમાં જુદા જુદા બે પરીક્ષા સેન્ટર પર 560 વિધાર્થીઓ નોંધાયા છે. આમ,જામનગર જિલ્લાના જુદા જુદા છ પ્રાયોગિક પરીક્ષા કેન્દ્રો પર કુલ 1820 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ઘો. 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી, ફિઝીકસ અને કેમેસ્ટ્રી વિષયોની પ્રાયોગિક પરીક્ષાને અનુલક્ષીને તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્યાઓ હાથ ધરાઇ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી 5-16 માટે નક્કી કરવામાં આવી છે | Achira News