Achira News Logo
Achira News

વિજયની જીત ભારતીય મીડિયા સામ્રાજ્યને આઘાત પહોંચાડે છે

Akila News
વિજયની જીત ભારતીય મીડિયા સામ્રાજ્યને આઘાત પહોંચાડે છે
Full News
Share:

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં દાયકાઓથી ચાલી આવતા દ્રવિડિયન પક્ષોના વર્ચસ્વને આ વખતે રૂપેરી પડદાના સુપરસ્ટાર થલાપતિ વિજયે જમીનદોસ્ત કરી દીધું છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ તેની સીધી અને આઘાતજનક અસર શેરબજાર પર જોવા મળી હતી. ખાસ કરીને ડીએમકે (DMK) પક્ષ સાથે અત્યંત ગાઢ અને પારિવારિક સંબંધો ધરાવતી મીડિયા દિગ્ગજ કંપની 'સન ટીવી નેટવર્ક'ના રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેવી મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાર અને વિજયની પાર્ટી ટીવીકે (TVK) ની સરસાઈના સમાચાર આવ્યા, કે તુરંત જ સન ટીવીનો શેર ૧૦% સુધી તૂટીને ₹૫૪૮ની સપાટીએ પહોંચી ગયો હતો, જેણે બજારના વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. આ કડાકા પાછળનું મુખ્ય કારણ સન ટીવી અને મારન પરિવારના ડીએમકે સાથેના ઐતિહાસિક સંબંધો છે. કલાનિધિ મારન, જેઓ કરુણાનિધિ પરિવાર સાથે લોહીનો સંબંધ ધરાવે છે, તેમનું આ મીડિયા સામ્રાજ્ય હંમેશા ડીએમકેના શાસનકાળ દરમિયાન તેજીમાં રહ્યું છે. પરંતુ ૪ મેના પરિણામોમાં જ્યારે સત્તાના સમીકરણો બદલાતા દેખાયા, ત્યારે રોકાણકારોને લાગ્યું કે આગામી સમયમાં કંપનીના બિઝનેસ અને પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે. ઓગસ્ટ ૨૦૨૪ પછીનો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે દક્ષિણ ભારતની રાજનીતિમાં આવતો સાધારણ પવન પણ દલાલ સ્ટ્રીટમાં કેવી રીતે વાવાઝોડું લાવી શકે છે. ચૂંટણીના ટ્રેન્ડ્સ મુજબ, થલાપતિ વિજયની લહેરમાં માત્ર અન્ના ડીએમકે જ નહીં પણ સત્તાધારી ડીએમકેનો પણ સફાયો થતો જોવા મળ્યો હતો. બજાર બંધ થવા સુધીમાં સન ટીવીનો શેર થોડો રિકવર થઈને ₹૫૭૩ પર સ્થિર થયો હતો, તેમ છતાં કંપનીના માર્કેટ કેપમાં કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું હતું. આ ઘટનાક્રમ એ વાતનો પુરાવો છે કે હવે રોકાણકારો માત્ર કંપનીના બેલેન્સ શીટ જ નહીં, પરંતુ રાજ્યના રાજકીય મિજાજને પણ ગંભીરતાથી માપી રહ્યા છે. તમિલનાડુમાં 'વિજય'ના ઉદયે સન ટીવી માટે આવનારા દિવસોમાં નવા પડકારો ઉભા કર્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિજયની જીત ભારતીય મીડિયા સામ્રાજ્યને આઘાત પહોંચાડે છે | Achira News