Achira News Logo
Achira News

વિજયની પાર્ટીએ તમિલનાડુની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો

Akila News
વિજયની પાર્ટીએ તમિલનાડુની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો
Full News
Share:

ચેન્નાઈ:દક્ષિણ ભારતના રાજકારણમાં વર્ષોથી ચાલી આવતા ડીએમકે અને એઆઈડીએમકેના વર્ચસ્વને તોડીને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી'તામિલગા વેટ્ટરી કઝગમ' (TVK)એ ઈતિહાસ રચી દીધો છે. ૨૩ એપ્રિલના રોજ યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ૨૩૪ બેઠકોમાંથી ૧૦૮ બેઠકો જીતીને વિજયનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બહુમતીના ૧૧૮ના આંકડાથી માત્ર ૧૦ બેઠક દૂર હોવાથી વિજયે હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે કોંગ્રેસ સહિતના નાના પક્ષોનો સહયોગ માંગ્યો છે. કોંગ્રેસ અને નાના પક્ષો સાથે ગઠબંધનની કવાયત: કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે પુષ્ટિ કરી છે કે વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું છે. જોકે,ડીએમકે નેતા ટી.કે.એસ. ઇલંગોવને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર ૫ ધારાસભ્યો છે,જે બહુમતી માટે પૂરતા નથી. ટીવીકે હાલમાં ૧૦ કે તેથી ઓછી બેઠકો ધરાવતા અન્ય નાના પક્ષો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. પક્ષના નેતા નાંજિલ સંપથ આ અંગે આશાવાદી છે અને તેમણે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની ખાતરી આપી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિજયની પાર્ટીએ તમિલનાડુની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો | Achira News