Achira News Logo
Achira News

વડોદરાઃ 150 રૂપિયાના વિવાદમાં ત્રણ યુવકોએ યુવક પર હુમલો કર્યો

Divya Bhaskar
વડોદરાઃ 150 રૂપિયાના વિવાદમાં ત્રણ યુવકોએ યુવક પર હુમલો કર્યો
Full News
Share:

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે(3 ફેબ્રુઆરી) રાત્રે 3 શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ 'બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ રિક્ષામાં આવ્યા અને મારા છોકરાને બહાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લે ભાઈ, તારા 150 રૂપિયા લઈ લે. જેવો મારો છોકરો ત્યાં ગયો, કોઈ પણ વાતચીત કર્યા વગર બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્રણ શખ્સોએ યુવક પર છરીથી હુમલો કર્યોમાંજલપુર વિસ્તારમાં આવેલ અમર કૃપા સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય મનિષભાઈ કોયારામ મારવાડીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાર્તિક નામના યુવક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘર આગળ આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યાં હતા. ચપ્પુ પેટમાં અને હાથમાં મારી દીધુંત્યારબાદ 3 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર્તિક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને આગલા દિવસની વાતને લઈને વાતચીત કરવાના બહાને તેમને ઘરની નજીક આવેલા શ્રી સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કાર્તિક તથા એક અન્ય વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ચપ્પુ દ્વારા તેના પેટના જમણા ભાગે ધા મારી દીધી હતી. ફરિયાદીએ ચપ્પુ પકડવાના પ્રયાસમાં જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયોહુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પોતાના ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મનિષભાઈએ કાર્તિક તથા તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસ આ ઘટનાની તપાસ હાથ ધરી રહી છે. '150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, સોમવારે મારો છોકરો તેના મહેનતના 150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો હતો. જ્યારે તેણે પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મારા છોકરાએ માત્ર એટલું જ કહ્યું કે, ગાળો ના આપશો, જો અત્યારે પૈસા ન હોય તો વાંધો નહીં પણ આવી રીતે વર્તન ના કરશો. આ સાંભળીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલાખોરો રિક્ષામાં આવ્યા ને તૂટી પડ્યાઈજાગ્રસ્ત યુવકના પિતાએ કહ્યું કે, હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા. તેમાંથી એકનું નામ કાર્તિક અને બીજાનું નામ સિકંદર છે. બાકીના બે વ્યક્તિઓના નામ અમે જાણતા નથી. આ ઘટના મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82 પાસે આવેલી મોબાઈલની દુકાન નજીક બની હતી. આ તમામ દ્રશ્યો મંદિરના CCTV કેમેરામાં કેદ થયા છે. આ પણ વાંચો યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTVરાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યાગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વડોદરાઃ 150 રૂપિયાના વિવાદમાં ત્રણ યુવકોએ યુવક પર હુમલો કર્યો | Achira News