Achira News Logo
Achira News

વડોદરા પોલીસે આઇ. પી. એલ. સીઝન પહેલા ઓનલાઈન સટ્ટાબાજી પર કડક કાર્યવાહી કરી

Akila News
વડોદરા પોલીસે આઇ. પી. એલ. સીઝન પહેલા ઓનલાઈન સટ્ટાબાજી પર કડક કાર્યવાહી કરી
Full News
Share:

વડોદરા શહેરમાં IPLની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર પણ ગરમાયું છે, ત્યારે વડોદરા પોલીસની LCB ઝોન-3ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ઓનલાઈન સટ્ટો રમાડતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. LCB ઝોન-3ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉન નંબર-33માં સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે. મુખ્ય આરોપી કમલેશ વિનોદભાઈ પરમાર દ્વારા બહારના લોકોને બોલાવીને ટીવી પર IPLની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ મારફતે હાર-જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમી મળતાની સાથે જ પોલીસે વ્યૂહાત્મક રીતે ગોડાઉન પર રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પર સાત શખ્સો લાઈવ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા મળી આવ્યા હતા. આ કેસમાં ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વડોદરા પોલીસે આઇ. પી. એલ. સીઝન પહેલા ઓનલાઈન સટ્ટાબાજી પર કડક કાર્યવાહી કરી | Achira News