Achira News Logo
Achira News

વડોદરા ફાયર બ્રિગેડે મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી, ફાયર ફાઇટરની રમતગમતની ઉત્કૃષ્ટતાની શહેરની પરંપરા ચાલુ રાખી

Divya Bhaskar
વડોદરા ફાયર બ્રિગેડે મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી, ફાયર ફાઇટરની રમતગમતની ઉત્કૃષ્ટતાની શહેરની પરંપરા ચાલુ રાખી
Full News
Share:

તાજેતરમાં ફાયરબ્રિગેડની ટીમે વડોદરા મહાનગર પાલિકાની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં 90 ટીમોએ ભાગ લીધો હતો. વડોદરામાં ફાયરબ્રિગેડના જવાનો અને રમત-ગમતનો ઇતિહાસ જૂનો અને ભવ્ય છે. ગાયકવાડી સમયમાં બરોડા સ્ટેટ અગ્નિશમન ક્ષેત્રે દેશમાં અ આઝાદી બાદ પણ વડોદરા ફાયરબ્રિગેડના જવાનોની પાલિકા કે શહેર સ્તરની નહીં, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં દબદબો હતો. ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ મીટની સ્પર્ધાઓમાં પણ વડોદરાની ટીમની ગણના ટોચની ટીમોમાં થતી હતી. 1951થી 1980ના દાયકા સુધી વડોદરામાં જીવ સટોસટ અને ફાયર સ્કીલની કસોટી કરતી સ્પર્ધાઓ યોજાતી હતી, જેનાં સંસ્મરણો આજે પણ તે સમયના ફાયરમેન સાંભરે છે. આ સ્પર્ધાઓમાં બીજાથી ચોથા માળેથી માત્ર દોરડા કે રોપ લેડરની મદદથી ફસાયેલી જીવતી વ્યક્તિને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવી, હોઝ પાઇપ ફિટ કરીને આગના સ્થળે લંબાવીને પાઇપ વડે છાંટવી, સુરસાગરમાં એક વ્યક્તિ ડૂબી રહી છે અને તેની પાસે કિનારેથી તરતા જઇને ત્યાંથી તેને લાવવો જેવી સ્પર્ધા થતી હતી. તે સમયના ફાયરમેન એ વર્ષોને સાંભરતાં કહે છે કે, વર્ષો સુધી વડોદરા ડિપાર્ટમેન્ટ જ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પહેલે નંબરે હોય કાં તો દાવેદાર હોય. કારણ કે તાલીમ પણ એવી આકરી જવાનો પણ હોંશે હોંશે કરતા હતા. ઉલ્લેખનીય છે કે, 2029માં ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ (WPFG)નું આયોજન ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર) માં થવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટુર્નામેન્ટમાં આજના વડોદરાના ફાયરમેનોની કુશળતાની અજમાયેશ થશે. બીજા માળેથી 57 સેકન્ડમાં વ્યક્તિને લઈ આવી પહેલો ક્રમ મેળવ્યો હતો આ રમતો વિશે હાલમાં 80 વર્ષની વયે પહોંચેલા અને પૂર્વ સરસૈનિક નારાયણ દસાડે કહે છે કે, પૂણેમાં 1980માં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બીજા માળેથી માત્ર 57 સેકન્ડમાં જ અમારી ટીમ જીવતી વ્યક્તિને ખભા પર લઇ આવી હતી. તે સમયે વડોદરાની ટીમનો સાતમો ક્રમ પર્ફોર્મન્સમાં હતો. એક ટીમે 1 મિનિટ 1 સેકન્ડમાં આ કારનામું કર્યું તો સૌએ તાળીઓથી વધાવ્યા પણ પછી અમારું પર્ફોર્મન્સ શ્રેષ્ઠ હતું. વિવિધ રમત સ્પર્ધામાં અધિકારીઓ પોતાના તરફથી પણ ઇનામ રાખતા હતા 2011માં સેવાનિવૃત્ત નિલેશભાઇ પવાર કહે છે કે, અગાઉ એમકે દેસાઇ, એકે વૈષ્ણવ જેવા ચીફ ફાયર ઓફિસરો ફાયર ફાઇટિંગ સ્કીલ નહીં, રમત-ગમતમાં પણ વિશેષ રસ લેતા. આવી સ્પર્ધામાં તેઓ પોતાના તરફથી મેડલ-ઇનામ રાખતા હતા. તેથી કર્મીમાં ફાયર સ્ટેશનનું નામ રોશન કરવાનો ઉત્સાહ રહેતો હતો. ટુર્નામેન્ટના પ્રકારો ફાયર મેન દ્વારા કટોકટી વખતે લોકોને બચાવવાની ચપળતા અને શરીર સૌષ્ઠવને લગતી સ્પર્ધા યોજાય છે. કોમ્બેટ ચેલેન્જ |જેમાં સંપૂર્ણ ફાયર ગિયર પહેરીને અવરોધો પાર કરવાના હોય છે. ટાવર ક્લાઇમ્બિંગ |સીડી દ્વારા સૌથી ઝડપથી ઊંચાઈ પર પહોંચવું. રેસ્ક્યૂ ઓપરેશન |કટોકટીના સમયે લોકોને બચાવવાની ઝડપ અને ચોકસાઈની કસોટી. વડોદરા ફાયરબ્રિગેડના જવાનોએ ભૂતકાળમાં અનેક વખત શારીરિક સૌષ્ઠવ અને કુસ્તી જેવી રમતોમાં મેડલ જીતીને વડોદરાનું નામ રોશન કર્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વડોદરા ફાયર બ્રિગેડે મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી, ફાયર ફાઇટરની રમતગમતની ઉત્કૃષ્ટતાની શહેરની પરંપરા ચાલુ રાખી | Achira News