(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૪, જિલ્લામાં આરટીઆઈ યોજનાનો લાભ છેવાડા વિસ્તાર સહિત વધુને વધુ બાળકોને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત વિદ્યાર્થી આગેવાન કિશનભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્રમાં ભુતપૂર્વ યુપીઆઇ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના ગરીબ બાળકો ૨૫% ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઆઇ યોજના લાવવામાં આવી હતી, આ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા બાળકોને મફતમાં શિક્ષણ મેળવવાના મૂલભૂત અધિકારો મળે છે. રાજ્યની અને જિલ્લામાં ખાનગી શાળામાં ૨૫% અનામત સીટો આ યોજનાના લાભાર્થીઓને મળે છે. ગરીબ,સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના માતા-પિતાઓ સપનાઓ હોય છે કે તેમનો બાળકો સારી અંગ્રેજી માધ્યમ/ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી પોતાનુ ભવિષ્ય ઉજજવળ બનાવે, પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘીઘાટ ફી તે ભરી શકે તેથી તેમને સરકારી સ્કુલમાં ભણવાની ફરજ પડતી હોય છે. તેમ કિશનભાઇએ રજૂઆતમાં જણાવેલ છે. યોજનામાં ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ મૂળભુત અધિકાર ધોરણ-૧ થી ૮ સુધી મળતો હોય છે. આ યોજના આગામી ૧૪ માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાશે, આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્ય અમલવારી કરવા આજે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આપ સાહેબ આRTEયોજનાની માહિતી નાનાથી નાના પરિવાર સુધી પહોંચે અને તેમના બાળકોને વધુમા આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત વિધાર્થી નેતા કિશનભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી છે
વિદ્યાર્થી નેતાએ પોરબંદરમાં આર. ટી. આઈ. યોજના સુધી પહોંચ વધારવા પર ભાર મૂક્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.