પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પસંદગી એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય બની જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફક્ત માર્ક્સને આધારે નહીં પરંતુ રસ, કૌશલ્ય અને સમયની માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આજના સ્પર્ધાત્મક યુગમાં સ્કીલ-બેઝ્ડ લર્નિંગ અને ફ્યુચરિસ્ટિક કોર્સિસ તરફ વલણ વધતું જાય છે. આ સંદર્ભમાં દિવ્ય ભાસ્કરની ટીમે શિક્ષણ નિષ્ણાંત મહેશ ઠાકર સાથે ખાસ વાતચીત કરીને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન મેળવવાની કોશિશ કરી છે. પ્રશ્ન :પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ સૌપ્રથમ શું વિચારવું? જવાબ :પરિણામ જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. વિદ્યાર્થીઓએ ફક્ત માર્ક્સને આધારે નહીં, પરંતુ પોતાની રસ, ક્ષમતા અને વ્યક્તિત્વને ઓળખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ. યોગ્ય દિશામાં લેવાયેલો નિર્ણય ભવિષ્ય ઘડે છે. પ્રશ્ન :‘IKIGAI’ કેટલું મહત્વનું છે? જવાબ :IKIGAI એટલે — જે તમને ગમે, જેમાં તમે સારા હો, દુનિયાને તેની જરૂર હોય અને જેમાંથી આવક મેળવી શકાય. વિદ્યાર્થીઓએ આ ચારેય મુદ્દાઓનું સંતુલન રાખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ. ફક્ત દેખાદેખીમાં એડમિશન લેવાને બદલે પોતાની સાચી રુચિને ઓળખવી જરૂરી છે. પ્રશ્ન :સ્કિલ-બેઝ્ડ લર્નિંગ વિશે તમે શું કહેશો? જવાબ :આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, સ્કિલ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. એઆઈ, કોડિંગ, ડેટા એનાલિસિસ, ડિજિટલ માર્કેટિંગ જેવી ટેકનિકલ સ્કિલ્સ શીખવા પર વિદ્યાર્થીઓએ ખાસ ભાર મૂકવો જોઈએ. પ્રશ્ન :નવા અને ફ્યુચરિસ્ટિક કોર્સિસ વિશે શું સલાહ આપશો? જવાબ :પરંપરાગત કોર્સિસ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, સાયબર સિક્યોરિટી, ઈ-કોમર્સ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં ખૂબ સારી તકો ઉપલબ્ધ છે. સમયની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓએ નવા ક્ષેત્રો વિશે માહિતી મેળવી વિચારપૂર્વક પસંદગી કરવી જોઈએ. પ્રશ્ન:મેન્ટરશિપ અને ઈન્ટર્નશિપ કેટલા જરૂરી છે? જવાબ:મેન્ટરશિપ અને ઈન્ટર્નશિપ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ક્ષેત્રના નિષ્ણાતો સાથે માર્ગદર્શન લેવું જોઈએ અને શક્ય હોય તો માઇક્રો-ઇન્ટર્નશિપ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ મેળવવો જોઈએ. પ્રશ્ન:હાઇબ્રિડ એજ્યુકેશન વિશે તમે શું કહેશો? જવાબ:આજના સમયમાં ફક્ત કોલેજની ડિગ્રી પૂરતી નથી. Coursera, Udemy અને YouTube જેવા પ્લેટફોર્મ દ્વારા પણ સતત નવા સ્કિલ્સ શીખતા રહેવું જોઈએ.
વિદ્યાર્થીઓની કારકિર્દી પસંદગીઓઃ ગુણ કરતાં રસ, કૌશલ્ય અને IKIGAI ને પ્રાથમિકતા આપો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.